IPL 2018: ચાલુ સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની પ્રથમ જીતના આ રહ્યા હીરો
મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 11મી સીઝનમમાં મંગળવારે વર્તમાન વિજેતા મુંબઈએ આખરે ચાલુ સીઝનમાં પ્રથમ જીત હાંસલ કરી હતી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં તેણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 46 રનથી હાર આપીને છેલ્લી ત્રણ મેચથી ચાલી આવતી હારની હારમાળા અટકાવી હતી. જીત માટે 214 રનના ટાર્ગેટનો પીછો કરતાં બેંગ્લોરની ટીમ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 167 રન બનાવી શકી હતી. બેંગ્લોર તરફથી કેપ્ટન વિરાટ કોહલીએ અણનમ 92 રન નોંધાવ્યા હતા. મુંબઈ તરફથી કૃણાલ પંડ્યાએ 3 વિકેટ લીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમિચેલ મેક્લેનેઘનઃ ન્યૂઝીલેન્ડનો આ ક્રિકેટર મુંબઈ માટે ફરી શુકનવંતો સાબિત થયો. મિચેલ મેક્લેનેઘનને મુંબઈને બોલિંગમાં શાનદાર શરૂઆત અપાવી હતી. તેણે એક જ ઓવરમાં ડી કોક અને ડી વિલિયર્સને પેવેલિયન મોકલીને બેંગ્લોર પર દબાણ સર્જ્યું હતું.
કૃણાલ પંડ્યાઃ કૃણાલ પંડ્યાએ 12 બોલમાં 15 રન બનાવવાની સાથે 3 વિકેટ પણ લીધી હતી. કૃણાલ પંડ્યાએ તેની 4 ઓવરના સ્પેલમાં માત્ર 28 રન આપી મનદિપ સિંહ, કોરી એન્ડરસન અને વોશિંગ્ટન સુંદરની વિકેટ ઝડપી હતી.
રોહિત શર્માઃ મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિરૂદ્ધ મંગળવારે શાનદાર બેટિંગ કરી. આઈપીએલ 11માં રોહિતે વિરાટ કોહલીની કેપ્ટનશીપવાળી ટીમ આરસીબી વિરૂદ્ધ 94 રનની ધામેકાદર ઇનિંગ રમી. ભલે તે સેન્ચુરીથી ચૂકી ગયો પરંતુ તેણે આઈપીએલની આ સીઝનનો ટોપ સ્કોર બનાવી દીધો છે. રોહિતના આ દેખાવ બદલ તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો.
એવિન લુઈસઃ લુઈસે 42 બોલમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે 154.76 રનના સ્ટ્રાઇક રેટથી 65 રન બનાવ્યા હતા. રોહિત અને લુઈસે ત્રીજી વિકેટ માટે 108 રનની પાર્ટનરશીપ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -