INDvsSL મોહાલી વન-ડે: ભારતનો 141 રને વિજય, શ્રેણી 1-1ની બરાબરી પર
મોહાલી: ભારતે આપેલા 393 રનના પડકારને પહોંચી વળવા મેદાનમાં ઉતરેલી શ્રીલંકાની ટીમ 50 ઓવરમાં 251 રન બનાવી શકતાં ભારતનો 141 રને વિજય થયો હતો. શ્રીલંકા વતી એન્જેલો મેથ્યૂઝે સર્વોધિક 111 રનનું યોગદાન આપ્યું હતું. ભારત વતી ચહલને 3 અને બુમરાહને 2 સફળતા મળી હતી. ભારતે પ્રથમ બેટિંગ કરતાં કેપ્ટન રોહિત શર્મા (208), શિખર ધવન (68), શ્રેયર (88) રનની મદદથી 50 ઓવરમાં 392 રન બનાવ્યા હતા. મોહાલી વનડેમાં જીત સાથે જ શ્રેણી 1-1ની બરાબરી પર આવી ગઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરોહિત શર્માએ 151 બોલમાં 13 ફોર અને 12 સિક્સની મદદથી પોતાની ડબલ સેન્ચૂરી પુરી કરી હતી. રોહિત વિશ્વનો એકમાત્ર ખેલાડી છે જે ત્રીપલ ડબલ સેન્ચૂરી કરનાર ખેલાડી બની ગયો છે.
ખાસ વાત તો એ છે કે, ડબલ સેન્ચૂરીની ગિફ્ટ પોતાના મેરિજ સેકન્ડ એનિવર્સરીની પર આપી છે. 13 ડિસેમ્બર 2015માં રિતિકા સજદે સાથે રોહિત શર્માએ લગ્ન કર્યા હતા. રોહિતની આ રેકોર્ડને લઇને પત્ની રિતિકાની આંખોમાં આસુ આવી ગયા હતા.
રોહિત શર્માએ ફરી એકવાર શ્રીલંકા સામે ડબલ સેન્ચૂરી ફટકારી છે. સૌથી પહેલી ડબલ સેન્ચૂરી 2 નવેમ્બર 2013માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બેગ્લુરુંના ચિન્નસ્વામી સ્ટેડિયમમાં 209 રન કરી ફટકારી હતી, ત્યાબાદ 14 નવેમ્બર 2014ના રોજ શ્રીલંકા સામે ફરીથી 264 રન કોલકત્તાના ઇડન ગાર્ડન સ્ટેડિયમમાં કર્યા અને હવે મોહાલી ખાતે 208 રનની ધૂંઆધાર ઇનિંગ રમી છે. રોહિત વિશ્વનો એકમાત્ર ખેલાડી છે જે ત્રીપલ ડબલ સેન્ચૂરી કરનાર ખેલાડી બની ગયો છે.
ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, અજિક્યે રહાને, શ્રેયસ ઐય્યર, મનિષ પાંડે, વૉશિંગ્ટન સુંદર, દિનેશ કાર્તિક, એમ.એસ.ધોની, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યજુવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, સિદ્ધાર્થ કૌલ
શ્રીલંકન ટીમઃ થિસારા પરેરા (કેપ્ટન), ઉપુલ થારંગા, ધનુષ્કા ગુણતિલકા, લાહિરુ તિરિમન્ને, એન્જેલા મૈથ્યૂસ, અસેલા ગુણરત્ને, નિરોશન ડિકવેલા, ચતુરંગા ડિસિલ્વા, અકીલા ધનંજયા, સુરંગા લકમલ, નુવાન પ્રદીપ, સદીરા સમરવિક્રમા, ધનજંયા ડિસિલ્વા, દુષ્મંતા ચામીરા, સચિત પથિરાના, કુશલ પરેરા
- - - - - - - - - Advertisement - - - - - - - - -