FIFA WC 2022 Fixture: ફિફા વર્લ્ડકપ (FIFA World Cup) માં આજે ચાર મોટી મેચ રમાશે, જર્મની, સ્પેન, ક્રોએશિયા અને બેલ્જિયમ જેવી મોટી ટીમો એક્શનમાં દેખાશે. ચાર વારની વર્લ્ડ ચેમ્પીયન જર્મનીનો મુકાબલો જાપાન સાથે થશશે. વળી, 2010ની વર્લ્ડકપ વિજેતા સ્પેનની ટીમ કોસ્ટારિકા સામે ટકરાશે. ગયા વર્ષની રનર અપ ક્રોએશિયાનો સામનો મોરક્કો સામે થશે, અને બેલ્જિયનની ટીમ સામે કેનેડાનો પડકાર હશે. 


1. મોરક્કો વિરુદ્ધ ક્રોએશિયા - 
આજે પહેલી મેચમાં મોરક્કો અને ક્રોએશિયા ટકરાશે, આ મેચ બપોરે 3.30 વાગે શરૂ થશે, આ મેચ 'અલ બેત' સ્ટેડિયમમાં રમાશે, ફિફા રેન્કિંગમાં ક્રોએશિયા 12માં અને મોરક્કો 22માં નંબર પર છે. બન્ને ટીમો ગૃપ એફનો ભાગ છે. 


2. જર્મની વિરુદ્ધ જાપાન - 
સાંજે 6.30 વાગે આ મેચ શરૂ થશે, ખલીફા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં બન્ને ટીમો આમને સામને ટકરાશે, જર્મનીની હાલમાં ફિફા રેન્કિંગમાં 11માં નંબર પર છે. વળી, જાપાનની ફિફા રેન્કિંગ 24ની છે, બન્ને ટીમો ગૃપ ઇ સામેલમાં છે. 


3. સ્પેન વિરુદ્ધ કોસ્ટારિકા - 
સ્પેન અને કોસ્ટારિકાની ટીમો પણ ગૃપ ઇમાં છે, બન્ને ટીમોની વચ્ચે અલ થુમાના સ્ટેડિયમમાં ટક્કર થશે, આ મેચ રાત્રે 9.30 વાગે રમાશે, ફિફા રેન્કિંગમાં સ્પેન 7માં નંબર પર છે, વળી, કોસ્ટારિકાની ટીમ ફિફા રેન્કિંગમાં 31માં નંબર પર છે. 


4. બેલ્જિયમ વિરુદ્ધ કેનેડા - 
વર્લ્ડક નંબર 2 બેલ્જિયમ પણ આજે પોતાનુ અભિયાન શરૂ કરશે, તેની સામે 41મી ફિફા રેન્કિંગ વાળી કેનેડાની ટીમ હશે, બન્ને ટીમો અહેમદ બિન અલી સ્ટેડિયમમાં ટકરાશે. આ મેચ રાત્રે 12.30 વાગ્યાથી શરૂ થશે. આ બન્ને ટીમો ગૃપ ઇ નો ભાગ છે. 


ક્યાં જોઇ શકાશે ફિફા વર્લ્ડકપની મેચો ?
ફિફા વર્લ્ડકપ 2022ની તમામ મેચો સ્પોર્ટ્સ 18 1 અને સ્પોર્ટ્સ18 1HD ચેનલ પરથી લાઇવ ટેલિકાસ્ટ થશે. જિઓ સિનેમા એપ પર પણ આ મેચોનુ લાઇવ સ્ટ્રીમિંગ જોઇ શકાય છે. 


 


સૌથી મોંઘો ફૂટબોલ વર્લ્ડ કપ -કતારમાં આયોજિત ફૂટબોલ વર્લ્ડ કપ અત્યાર સુધીની સૌથી મોંઘી રમતોત્સવ છે. તેની શરૂઆત 20 નવેમ્બરે યજમાન કતાર અને એક્વાડોર વચ્ચેની મેચથી થઈ હતી. ફાઈનલ મેચ 18 ડિસેમ્બર 2022ના રોજ યોજાશે. જેમાં કુલ 32 ટીમો ભાગ લઈ રહી છે.


પૈસા પાણીની જેમ વહાવ્યા - તમને જણાવી દઈએ કે કતારને 2010માં ફૂટબોલ વર્લ્ડ કપની યજમાની મળી હતી અને ત્યારથી આ દેશે આ ઈવેન્ટને સફળ બનાવવા માટે પાણીની જેમ ઘણા પૈસા ખર્ચ્યા છે. આ માટે 6 નવા સ્ટેડિયમ બનાવવામાં આવ્યા છે, જ્યારે 2 જૂના સ્ટેડિયમને નવજીવન આપવામાં આવ્યું છે. ખેલાડીઓની તાલીમ માટે સ્ટેડિયમ બનાવવામાં આવ્યા છે. આના પર કુલ 6.5 બિલિયનથી 10 બિલિયન ડોલરનો ખર્ચ થવાની ધારણા છે.