નવી દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને તમે ઘણી વખત બોજપુરી બોલતા સાંભલ્યો હશે પરંતુ શું તમે ક્યારેય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને આમ કરતા જોયો છે ક્યારેય. ટ્વિટર પર પંડ્યાએ હાલમાં જ એક વીડિયો શેર કર્યો છે જેમાં તે અને ધોની ગામઠી અંદાજમાં ભોજપુરીમાં વાત કરતા જોવા મળી રહ્યા છે.


આ જાહેરાતમાં ધોની બિટ્ટુ ભૈયા બન્યો છે અને પોતાને પંડ્યાનો પ્રશંસક ગણાવે છે. જ્યારે પંડ્યા ચિત્તુના રોલમાં છે અને પોતાને ધોનીનો પ્રશંસક ગણાવે છે. જાહેરાતમાં ઝાડની ડાળ પર બેઠ-બેઠા ધોની અને પંડ્યા ભોજપુરીમાં વાત કરી રહ્યા છે. આ વીડિયોને પંડ્યાએ ટ્વિટર ઉપર ટ્વિટ કર્યો છે.