UC-19: ફાઇનલમાં AUS સામે ગુજરાતી ખેલાડીના વિનિંગ શોર્ટથી જીત્યું ભારત, મનજોતની અણનમ સદી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ન્યૂઝિલેન્ડમાં રમાઇ રહેલા અંડર-19 વર્લ્ડકપની ફાઇનલમાં ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાને આઠ વિકેટે હરાવી વિશ્વ વિજેતા બન્યું હતું. ટીમ ઇન્ડિયા તરફથી મનજોત કાલરાએ અણનમ 102 રન ફટકાર્યા હતા. વિનિંગ શોર્ટ ફટકારનારા ગુજરાતી વિકેટકીપર અને બેટ્સમેન હાર્વિક દેસાઇએ અણનમ 47 રન ફટકાર્યા હતા.શાનદાર બેટિંગ બદલ મનજોતને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. જ્યારે સમગ્ર ટુનામેન્ટમાં શાનદાર પ્રદર્શન બદલ શુભમાન ગીલને મેન ઓફ ધ સીરિઝ જાહેર કરાયો હતો. અંડર-19 વર્લ્ડકપમાં ભારત ચોથી વખત ચેમ્પિયન બન્યું હતુ.
59 રનના સ્કોર પર કમલેશ નાગરકોટીએ કંગારૂ કેપ્ટન જેસન સાંધા (13 રન)ને વિકેટકીપ હાર્વિક દેસાઈના હાથે કેચ કરાવ્યો હતો. આ પહેલા જેક એડવર્ડ્સ (28) અને મેક્સ બ્રાયન્ટ (14) રન બનાવીને આઉટ થયા હતા. બન્નેની વિકેટ ઈશાંત પોરેલે લીધી હતી. બીજી 52 રન પર અને પહેલી વિકેટ 32 રન પર પડી હતી.આઈસીસી અંડર-19 વર્લ્ડ કપ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી એડવર્ડ્સ અને બ્રાયન્ટે શરૂઆત કરી હતી. બન્ને ટીમ અત્યાર સુધી વર્લ્ડ કપ ત્રણ-ત્રણ વખત જીતી ચૂકી છે.
શિવાએ 183ના સ્કોર પર નાથન મેક્સવીની (23)ને કોટ એન્ડ બોલ કર્યો હતો. આ પહેલા 134 રનના સ્કોર પર પરમ ઉપ્પલ (34)ને અનુકૂલ રોયે પોતાના બોલ પર કેચ કર્યો હતો.
આ અગાઉ ઓસ્ટ્રેલિયા 216 રનમાં ઓલઆઉટ થયું છે. ભારતને વર્લ્ડ કપ ફાઈનલ જીતવા માટે 217 રનનો ટાર્ગેટ આપ્યો છે. આ પહેલા નવી વિકેટ જોનાથન મેરલો (76)ની અનુકૂલ રોયે લીધી હતી. ઊંચો શોટ રમવા જતા મેરલોનો શિવા સિંહે પકડ્યો હતો. બેક્ટર હોલ્ટ (10) ક્રીઝ પર છે. 45 ઓવર પુરી થયા બાદ 210 રન પર ઓસ્ટ્રેલિયાની નવ વિકેટ પડી ગઈ છે. વિલ સદરલેન્ડ (5)ને વિકેટ પાછલ હાર્વિક દેસાઈએ શિવા સિંહની બોલ પર કેચ પકડ્યો હતો.
કેપ્ટન પૃથ્વી શો 29 રન અને શુભમ ગીલ 31 રન પર આઉટ થયો હતો. મેચના રિઝલ્ટ માટે ઓછામાં ઓછી 20 ઓવરો રમાવી જરૂરી હતી.ગુજરાતી ખેલાડી એવા હાર્વિક દેસાઈએ ટીમ ઈન્ડિયા તરફથી વિકેટ કીપિંગ કરી રહ્યો છે ત્યારે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં તેણે 3 કેચ પકડ્ય હતાં. જ્યારે બેટિંગમાં પણ તેણે 47 રન ફટકાર્યા હતાં. જ્યારે હાર્વિક દેસાઈ ચોગ્ગો ફટકારીને વીનિંગ શોર્ટ ફટકાર્યો હતો. જ્યારે મનજોતે 101 રન ફટકાર્યા હતાં
- - - - - - - - - Advertisement - - - - - - - - -