29 મહિના બાદ વિદેશમાં ભારતનો પ્રથમ પરાજય, કોહલીની કેપ્ટનશિપમાં બન્યો આ અણગમતો રેકોર્ડ
મેન ઓફ ધ મેચ બનેલા વર્નોન ફિલાન્ડરે કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીને 42 રનમાં છ વિકેટ ઝડપી હતી. તેણે પ્રથમ દાવમાં ત્રણ વિકેટ સહિત મેચમાં કુલ નવ વિકેટ ખેરવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેપટાઉનઃ વર્લ્ડની નંબર વન ટેસ્ટ ટીમ ભારતે સાઉથ આફ્રિકા સામે કેપટાઉમાં 72 રનથી હારનો સામનો કરવો પડ્યો. શ્રેણીની પ્રથમ મેચ જીતીને સાઉથ આફ્રિકાએ શ્રેણીમાં 1-0ની લીડ લઈ લીધી છે. 208 રનના લક્ષ્યાંક સામે ભારત બીજા દાવમાં 135 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. 29 મહિના બાદ ભારત વિદેશમાં મેચ હાર્યું છે. અગાઉ ઓગસ્ટ 2015માં શ્રીલંકામાં ભારતનો પરાજય થયો હતો.
ભારતીય વિકેટકીપર રિદ્ધિમાન સાહાએ આ મેચમાં 10 શિકાર ઝડપ્યા હતા. તેણે આફ્રિકાની બંને ઇનિંગ્સમાં 5-5 કેચ ઝડપ્યા હતા. આ રીતે સાહાએ એક જ ટેસ્ટ મેચમાં ધોનીના સર્વાધિક શિકારનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. ધોનીએ 2014માં ઓસ્ટ્રેલિયા સામે મેલબોર્ન ટેસ્ટમાં નવ શિકાર ઝડપ્યા હતા.
હાર સાથે જ ટીમ ઈન્ડિયાએ કોહલીની કેપ્ટનશિપમાં કેપટાઉનમાં કેટલાક એવા રેકોર્ડ બનાવ્યા જે કોઈ કેપ્ટન બનાવવા ઇચ્છતા નથી હોતા. આ મેદાન પર પ્રથમ અને બીજી ઈનિંગમાં ટીમ ઈન્ડિયાએ સૌથી સ્કોર નોંધાવ્યો. ભારતે પ્રથમ ઈનિંગમાં 209 અને બીજી ઇનિંગમાં માત્ર 135 રન બનાવ્યા. આ પહેલાના સ્કોર અનુક્રમે 276 અને 144 રન હતા.
ભારતને વિદેશમાં 29 મહિના બાદ હારનો સામનો કરવો પડ્યો. આ પહેલા ઓગસ્ટ 2015માં શ્રીલંકાએ ગોલ ટેસ્ટમાં 63 રનથી હરાવ્યું હતું. જાન્યુઆરી 2015 બાદ વિદેશમાં સૌથ વધારે મેચ હારવાના મામલે ઇંગ્લેન્ડ મોખરે છે. ઈંગ્લેન્ડ અત્યાર સુધીમાં 13 મેચ હાર્યું છે. 12 હાર સાથે પાકિસ્તાના બીજા અને 11 હાર સાથે વેસ્ટ ઈન્ડિઝ ત્રીજા નંબરે છે. ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા 9-9 હાર સાથે સંયુક્ત રીતે ચોથા નંબર પર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -