બોલ્ટ પોતાના નજીકના લોકો માટે જેન્ડર રિવીલ પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં બોલ્ટ અને કાસી બેનેટ સફેદ ડ્રેસમાં જોવા મળી રહ્યા હતા. વીડિયોમાં બન્ને ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. બન્ને બેબી ગર્લને ટૂંકમાં જ ઘરમાં આવવાના અહેવાલથી ખૂબ જ ઉત્સાહિત છે. પાર્ટીનો આ વીડિયો ઝડપથી ફેન્સની વચ્ચે લોકપ્રિય થઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર ઉસૈન બોલ્ટ અને કાસી બેનેટ છેલ્લા 6 વર્ષતી એક બીજાને ડેટ કરી રહ્યા છે. બોલ્ટ રમત જગતનું એક મોટું નામ છે. તેના ચાહકો આખા વિશ્વમાં છે.
ઉસૈન બોલ્ટ 100 મીટર, 200 મીટર અને 4 × 100 મીટર રિલેમાં વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે. સ્પ્રિંટ સ્પર્ધામાં તેની ઉપલબ્ધિઓને કારણે તેને વ્યાપક રીતે સર્વકાલિન મહાન દોડવીર ગણવામાં આવે છે. ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા બોલ્ટ સતત ત્રણ ઓલિમ્પિક (2008, 2012 અને 2016)માં 100 મીટર અને 200 મીટરમાં ખિતાબ જીતનાર એકમાત્ર દોડવીર છે.