ભારત-પાકિસ્તાન મેચમાં હાજરી મુદ્દે હોહા પછી માલ્યાએ શું કહ્યું?
તમને જણાવી દઈએ કે રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલા મુકાબલા દરમિયાન વિજય માલ્યાને એડબેસ્ટન સ્ટેડિયમમાં મેચની મઝા માણતો નજરે પડી રહ્યો હતો. આટલું જ નહીં, પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરની સાથે વાત કરતો ફોટો પણ સોશિયલ મડિયામાં વાયરલ થયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએક ટ્વીટ મારફતે મીડિયાનો મઝાક ઉડાવતા તેમને કહ્યું, ‘ભારત પાકિસ્તાનની વચ્ચે મેચ દરમિયાન ભારતીય મિડિયાએ મારી ઉપસ્થિતિમાં મારું કવરેજ કર્યું, હું ભારતીય ટીમને પ્રોત્સાહન આપવા અને ખુશ કરવા તમામ મેચ જોવા માગું છું.’
વિજય માલ્યાએ જણાવ્યું કે, હું દરેક ગેમમાં ભારતીય ટીમને પ્રોસ્તાહિત કરવાને પ્રાધાન્ય આપું છું. આ સાથે જ વિજય માલ્યાએ વિરાટ કોહલીના ભરપેટ વખાણ કર્યાં. તેણે વિરાટને વર્લ્ડ ક્લાસ કેપ્ટન ગણાવ્યો. માલ્યાએ લખ્યુ.. વિરાટ વર્લ્ડ ક્લાસ કેપ્ટન, વર્લ્ડ ક્લાસ જેંટલમેન.
નવી દિલ્લી: ભારતમાં લિકર કિંગ વિજય માલ્યાને ભલે ભગોડો જાહેર કરવામાં આવ્યો હોય અને તેને સ્વદેશ લાવવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું હોય, પણ તેના ઉપર કોઈ અસર થવાની નથી. ઈંગ્લૈંડમાં રમાયેલી ભારત પાકિસ્તાન વચ્ચેની મેચમાં કોરોડોનો ડિફોલ્ટર વિજય માલ્યા પણ હાજર રહ્યો હતો. જેને મીડિયાએ મુદ્દો બનાવ્યો હતો. જેના પર વિજય માલ્યાએ ટ્વિટ કરીને મીડિયાને નિશાને બનાવી છે. સાથે વિજય માલ્યાએ ભારતીય મીડિયાની મઝાક ઉડાવીને એક ટ્વિટ કર્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -