ભારત-પાક. મેચમાં કબાડેબાજ માલ્યાાએ ભારતના ક્યા મહાન ક્રિકેટર સાથે કરી ગુફ્તગુ ? જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસૂત્રોના કહેવા પ્રમાણે સીબીઆઇ અને ઇડીએ સાથે મળીને ચાર્જશી બનાવી છે. જેના આધાર પર ભારત સરકાર બ્રિટન સરકારને માલ્યાને સોંપવાની અપીલ કરશે.
વાસ્તવમાં લંડનના વેસ્ટમિન્સટર મેજીસ્ટ્રેટ કોર્ટમાં આઇડીબીઆઇ બેન્કના 900 કરોડ રૂપિયાની લોન પર માલ્યા વિરુદ્ધ સુનાવણી ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, કેસની આગામી સુનાવણી 13 જૂનના રોજ યોજાશે.
ઉલ્લેખનીય છે કે માલ્યા 9000 કરોડ રૂપિયાની લોન લઇને ફરાર થઇ ગયા છે. ઇડી માલ્યાની ધરપકડ માટે પ્રયાસો કરી રહી છે. આ મામલે ઇડીએ પોતાની ચાર્જશીટ તૈયાર કરી દીધી છે અને તેને ટૂંક સમયમાં લંડનની કોર્ટમાં દાખલ કરવામાં આવશે.
વિજય માલ્યા પર અનેક બેન્કો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાના અનેક કેસ ચાલી રહ્યા છે. માલ્યા ઇન્ડિયન પ્રિમિયર લીગની રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ટીમના માલિક છે.
એક રિપોર્ટ્સ પ્રમાણે, સ્ટેડિયમમાં મેચ દરમિયાન સુનીલ ગવાસ્કર માલ્યા સાથે વાત કરતા જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર માલ્યા સાથે વાત કરતી ગવાસ્કરની તસવીર ખૂબ ઝડપથી વાયરલ થઇ રહી છે.
બર્મિગહામઃ બેન્કોના કરોડો રૂપિયા લઇને ભાગી ગયેલા વોન્ટેડ ભારતીય બિઝનેસમેન વિજય માલ્યા ઇગ્લેન્ડમાં ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચનો આનંદ ઉઠાવતા જોવા મળ્યા હતા. માલ્યાએ સ્ટેડિયમમાં હાજર રહીને ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો આનંદ માણ્યો હતો. ખાસ વાત એ ભારત સરકાર માલ્યાની ધરપકડનો પ્રયાસ કરી રહી છે. આ દરમિયાન માલ્યા ભારતના પૂર્વ ક્રિકેટર સુનીલ ગવાસ્કર સાથે વાતચીત કરતા ક્લિક થયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -