મુક્કેબાજ વિજેંદર સિંહે સરહદ પર શાંતિ માટે ચીની હરીફને પાછી આપી જીતની બેલ્ટ
નવી દિલ્લી: ભારતીય મુક્કેબાજ સ્ટાર વિજેંદર સિહે ચીની હરીફ જુલ્પિકાર મૈમૈતિયાલીને મુકાબલામાં હરાવી ડબલ્યુબીઓ એશિયા પેસિફિક સુપર મિડિલવેટ ખિતાબ જીતવા માટે ભારત-ચીન સરહદ તણાવમાં શાંતિની અપીલ કરી. વિજેંદરના પ્રશંસકો માટે આ બેવડી ખૂશીનો પળ હતો કેમ કે તેમણે ચીની મુક્કેબાજથી ડબલ્યૂબીઓ ઓરિએંટલ સુપર મિડિલવેટ ખિતાબ જીત્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિજેંદરે મુકાબલા પહેલા કહ્યું હતુ કે, ચીની ઉત્પાદન વધારે નથી ચાલતી પરંતુ મુકાબલો સમાપ્ત થતા પોતાના હરીફથી પ્રભાવિત ભારતીય મુક્કેબાજે કહ્યું કે, મને એવુ લાગતું હતું કે ચીની મુક્કેબાજ વધારે સમય સુધી નહીં ટકી શકે પરંતુ જે રીતે તે રમ્યો તેમણે મને હેરાન કરી દીધો હતો.
ઓલિંપિકમાં કાસ્ય પદ જીતનાર વિજેંદરે મુકાબલા બાદ કહ્યું કે આ બેલ્ટ જુલ્પિકારને પાછો આપવા માંગુ છું. હું સરહદ પર શાંતિની આશા કરું છું અને શાંતિનો સંદેશ સૌથી મહત્વપૂર્ણ છે. ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક સપ્તાહથી સિક્કિમ સેક્ટરમાં સરહદ પર તણાવ ચાલી રહ્યો છે. વિજેંદરેના કેરિયરની આ નવમી જીત છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -