ભારતના આ પૂર્વ ક્રિકેટર અને તેની પત્ની ફરી વિવાદમાં, બન્ને વિરૂદ્ધ મારપીટનો આરોપ
પોલીસ અનુસાર, પૂર્વ ક્રિકેટરના ઘરમાં બે વર્ષથી કામ કરી રહેલી સોનીએ આરોપ લગાવ્યો હતો કે, જ્યારે વિનોદ કાંબલી અને એન્ડ્રીયા પાસે તેનો પગાર માગ્યો તો તેમની સાથે મારપિટ કરવામાં આવી તેને ત્રણ દિવસ સુધી રૂમમાં બંધ રાખવામાં આવી અને ત્યારબાદ ઘરેથી દૂર કરવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિનોદ કાંબલી આ પહેલા પણ વિવાદોમાં રહ્યા છે. 2015માં ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી અને તેમની પત્ની એન્ડ્રીયા સામે તેમની જ નોકરાણી સોની નફાયાસિંહ સરસાલે મારપીટ કેસ કર્યો હતો.
આ ઘટના વિશે વિનોદ કાંબલીએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, 'તે વ્યક્તિએ મારી પત્ની સાથે દુર્વ્યવહાર કર્યો. મારે તેના વિરુદ્ધ કેસ કરવો જોઇએ. તે મારી પત્નીને ખોટી રીતે અડક્યા હતા. મે મુંબઇ પોલીસને આ વિશે આ ટ્વિટ કર્યુ છે અમે આ કેસમાં આગળ કાર્યવાહી કરીશું'.
રાજેન્દ્ર તિવારીની ફરિયાદ પર બંને પતિ-પત્ની વિરુદ્ધ બાંગુર નગર પોલીસ સ્ટેશનમાં આઇપીસીની કલમ 504 અને કલમ 323 હેઠળ કેસ કરવામાં આવ્યો છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલી ફરી એક વખત વિવાદમાં ફસાયા છે. મુંબઈના એક પરિવારે કાંબરી અને તેની પત્ની એન્ડ્રિયા વિરૂ્દ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આરોપ છે કે બન્નેએ મળીને 58 વર્ષની એક વ્યક્તિ સાથે મારપીટ કરી છે. જ્યારે આ મામલે કાંબલીએ ક્રોસ એફઆઈઆર નોંધાવવાની વાત કહી છે. આ ઘટના રવિવારે બપોરે મુંબઈના એક મોલમાં ઘટી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -