છેડતીના વિવાદમાં ફસાયેલી કામ્બલીની પત્નિ હતી હોટ ફેશન મોડલ, તેને પરણ્યા પછી કામ્બલી બન્યો ક્રિશ્ચિયન, જાણો વિગત
ક્રિકેટ, રાજકારણ અને બોલિવુડમાં પોતાની કિસ્મત અજમાવી ચુકેલા વિનોદ કાંબલીની બીજી પત્ની એન્ડ્રિયા સ્ટાઇલિશ છે. લગ્ન પહેલા એન્ડ્રિયા મોડલ રહી ચુકી છે. 2006માં તેને વિનોદ કાંબલી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન કર્યા બાદ કાંબલીએ ક્રિશ્ચિયન ધર્મ અપનાવ્યો હતો. મહત્વપૂર્ણ છે કે કાંબલીની પ્રથમ પત્ની નોએલા પણ સુંદર હતી પરંતુ બન્નેનો સબંધ છુટાછેડા દ્વારા ખતમ થયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજી વખત લગ્ન દરમિયાન તમામ રીતિ રિવાજ નિભાવ્યા હતા. આ લગ્નમાં તેમનો પુત્ર જીસસ ક્રિસ્ટિયાનો પણ શામેલ થયો હતો, જેનો જન્મ જૂન 2010માં થયો હતો. કાંબલી અને એન્ડ્રિયાએ 2010માં કોર્ટ મેરેજ કર્યા હતા.
ક્રિકેટ સાથે કાંબલીની પર્સનલ લાઇફ પણ રોમાંચક રહી છે. કાંબલીએ પત્ની એન્ડ્રિયા હેવિટ સાથે બે વખત લગ્ન કર્યા છે. કાંબલીએ મે 2014માં ફેશન મોડલ એન્ડ્રિયા સાથે બીજી વખત લગ્ન કર્યા હતા. પહેલા તેને કોર્ટ મેરેજ કર્યા અને બાદમાં પારંપરિક રીતે બાંદ્રાના સેન્ટ પીટર્સ ચર્ચમાં કેથોલિક મેરેજ કર્યા હતા.
વિનોદ કાંબલી અને તેની પત્ની એન્ડ્રિયા વિરૂદ્ધ 2015માં ઘરેલુ નોકરાણીએ એફઆઇઆર નોધાવી હતી. નોકરાણી સોનીએ જ્યારે વિનોદ કાંબલી અને તેની પત્ની પાસે પોતાનો પગાર માંગ્યો તો બન્નેએ તેને માર માર્યો હતો અને ત્રણ દિવસ સુધી તેને એક રૂમમાં બંધ રાખી હતી તે બાદ તેને ભગાડી મુકી હતી.
નવી દિલ્હીઃ વિવાદને કારણે અવાર નવાર ચર્ચામાં રહેનારા પૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલી ફરી એક વાર ચર્ચામાં છે. વિનોદ કાંબલીની પત્ની એન્ડ્રિયા હેવિટે બોલિવૂડના જાણીતા સિંગર અંકિત તિવારીના પિતા સાથે મારપીટ કરી છે, જે બાદ પોલીસે એફઆઇઆર નોંધી છે. જો કે આ પહેલી ઘટના નથી જ્યારે વિનોદ કાંબલી અને તેની પત્ની વિવાદમાં આવ્યા હોય.
- - - - - - - - - Advertisement - - - - - - - - -