વિરાટ કોહલીને ત્રીજી વખત મળ્યો ક્રિકેટનો આ મોટો એવોર્ડ, જાણો કોને મળ્યો ક્યો એવોર્ડ
વેસ્ટઇન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેઈલને ‘પોપ્યુલર ચોઈસ એવોર્ડ’થી સન્માન કરવામાં આવ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી માટે ખુશખબરી છે. કોહલીને ત્રીજી વખત વર્ષ 2017-18 માટે વર્ષના સર્વશ્રેષ્ઠ સિએટ આંતરરાષ્ટ્રીય ક્રિકેટર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. કોહલીને આ પહેલા 2011-12 અને 2013-14 માટે આ એવોર્ડ મળી ચુક્યો છે. આઈપીએલ મેચ દરમિયાન થયેલી ઇજાની સારવાર લઇ રહેલો કોલહી આ સન્માન મેળવવા હાજર નહોતો, તેના સ્થાને ટીમ ઈન્ડિયાના વાઇસ કેપ્ટન રોહિત શર્માએ એવોર્ડ સ્વીકાર્યો હતો.
અફઘાનિસ્તાનના રાશિદ ખાનને વર્ષના સર્વશ્રેષ્ઠ ટી-20 બોલર અને ન્યૂઝીલેન્ડના કોલિન મુનરોને સર્વશ્રેષ્ઠ ટી-20 બેટ્સમેન જાહેર કરાયા હતા.
ભારતીય મહિલા ટીમની ઓલરાઉન્ડર હરમનપ્રીત કૌરે ઓસ્ટ્રેલિયા સામે ગત વર્ષે વિશ્વ કપમાં રમેલી અણનમ 171 રનની ઈનિંગને વર્ષની શ્રેષ્ઠ ઈનિંગ જાહેર કરવામાં આવી હતી.
મયંક અગ્રવાલને વર્ષનો સર્વશ્રેષ્ઠ ઘરેલુ ખેલાડી અને શુભમન ગિલને બેસ્ટ અંડર 19 ખેલાડીનો એવોર્ડ મળ્યો હતો.
ભારતના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનને વર્ષનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે ન્યૂઝીલેન્ડના ટ્રેન્ટ બોલ્ટની વર્ષના સર્વશ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય બોલર તરીકે પસંદગી કરવામાંઆવી હતા.
ભારતના પૂર્વ દિગ્ગજ વિકેટકિપર બેટ્સમેન ફારૂક એન્જિનિયરને લાઇફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડથી સન્માનવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ફારુક એન્જિનિયરે રાશિદ ખાનને અફઘાનિસ્તાનનો ગ્રેટ એમ્બેસેડર ગણાવી કહ્યું કે, તમારે અફઘાનિસ્તાનના પ્રધાનમંત્રી હોવું જોઈએ. ઉલ્લેખનીય છે કે રાશિદ ખાને આઈપીએલ 2018માં અદ્ભૂત સ્પીન બોલિંગ દ્વારા ક્રિકેટ દિગ્ગજોની પ્રશંસા મેળવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -