'ક્રિકેટના બાઇબલ' વિઝડનના કવર પેજ પર વિરાટને મળ્યું સ્થાન, આ સન્માન મેળવનાર બીજો ભારતીય ક્રિકેટર
આ બેવડી સદી દરમિયાન વિરાટે જે રિવર્સ સ્વીપ શોટ ફટકાર્યો હતો તે તસવીર વિઝડનના કવર પેજ પર જોવા મળશે. વિઝડનના એડિટર લોરેસ બૂથે વિરાટની પ્રશંસા કરતા કહ્યું હતું કે, હાલના વર્ષોમાં આ ભારતીય કેપ્ટને ક્રિકેટમાં ક્રાંતિકારી પરિવર્તન કર્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિરાટની કેપ્ટન્સીમાં ભારતે ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણીમાં 4-0થી વિજય મેળવ્યો હતો. આ ટેસ્ટ શ્રેણીમાં વિરાટે બે સદી ફટકારી હતી, જેમાં કારકિર્દીનો બેસ્ટ સ્કોર 235 રન બનાવ્યા હતા.
વિતેલા ચાર વર્ષમાં વિઝડનના કવર પેજ પર સ્થાન મેળવનાર કોહલી બીજા ભારતીય ખેલાડી છે. આપહેલા 2014માં નિવૃત્ત થયા બાદ સચિન તેંડુલકરની તસવીર વિઝડનના કવર પેજ પર પ્રકાશિત થઈ હતી.
નવી દિલ્હીઃ ક્રિકેટની બાઈબલ ગણાતી વિઝડન સામયિકે પોતાના નવા વર્ષના અંકમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની તસવીર કવર પેજ પર છાપી છે. વિઝડનના કવર પેજ પર સ્થાન મેળવવું એ કોઈપણ ક્રિકેટર માટે મોટી ઉપલબ્ધી ગણાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -