વિરાટ કોહલીના કેપ્ટન તરીકે કેટલી ઈનિંગમાં 7 હજાર રન પૂર્ણ કર્યા, જાણો ક્યા દિગ્ગજ ખેલાડીને પછાડ્યો
ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતને જીતવા માટે 194 રનનો લક્ષ્યાંક આપ્યો છે જેના જવાબમાં ટીમ ઈન્ડીયાએ ત્રીજા દિવસની રમતના અંતે પાંચ વિકેટ ગુમાવી 110 રન બનાવી લીધા છે. ભારતને હજુ 84 રન બનાવવાના બાકી છે. વિરાટ કોહલી 43 રને અને દિનેશ કાર્તિક 18 રને રમતમાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્કે 166 ઇનિંગમાં અને ઇંગ્લેન્ડના અનુભવી ઓપનર કૂકે 171 ઇનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી.
વિરાટ કોહલીએ 149 રનની ઈનિંગ દરમિયાન કેપ્ટન તરીકે સાત હજાર રન પૂર્ણ કરવાની સિદ્ધિ હાંસિલ કરી છે. કોહલીએ 124 ઇનિંગમાં સાત હજાર રન બનાવ્યા હતા અને તે સૌથી ઝડપી સાત હજાર રન બનાવનાર કેપ્ટન બની ગયો છે.
આ લિસ્ટમાં પોન્ટિંગ ત્રીજા નંબરે છે. પોન્ટિંગે 165 ઇનિંગમાં સાત હજાર રન બનાવ્યા હતા.
આ મામલે કોહલીએ વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ બ્રાયન લારાને પાછળ છોડ્યો હતો. લારાએ કેપ્ટન તરીકે 164 ઇનિંગમાં સાત હજાર રન પૂર્ણ કર્યા હતા. આમ, લારા અને કોહલી વચ્ચે 40 ઇનિંગનું મોટું અંતર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -