કોહલીને શુક્રવારે વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટી-20માં મળેલો મેન ઓફ ધ મેચનો એવોર્ડ T20Iનો તેનો 12મો એવોર્ડ હતો. જેની સાથે જ તેણે પાકિસ્તાનના ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીને પાછળ રાખી દીધો હતો. આફ્રિદીને T20Iમાં 11 વખત મેન ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. આ ઉપરાંત તેણે T20Isમાં સૌથી વધુ મેન ઓફ ધ મેચનો એવોર્ડ મેળવનારા ખેલાડીમાં સંયુક્ત રીતે પ્રથમ નંબરે આવી ગયો છે. અફઘાનિસ્તાનનો મોહમ્મદ નબી પણ T20Iમાં 12 વખત મેન ઓફ ધ મેચ બની ચુક્યો છે.
શાનદાર ઈનિંગ રમી કોહલીએ ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં આ ઉપરાંત 3 વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા હતા. જેમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ સામેલ છે. કોહલીએ રોહિત શર્માનો ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રનનો રેકોર્ડ તોડ્યો છે. રોહિત શર્માએ ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 2539 રન બનાવ્યા છે. જ્યારે, વિરાટ કોહલીએ હવે 2544 રન બનાવી લીધા છે.
વિરાટ કોહલીએ આ મુકાબલામાં પોતાના ટી 20 ઈન્ટરનેશનલ કરિયરમાં 23મી વખત 50થી વધારે રન બનાવ્યા છે. આ પહેલા રોહિત શર્માએ ભારત માટે અંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાં 22થી વધુ વખત 50થી વધારે રનની ઈનિંગ રમી હતી, જે એક વર્લ્ડ રેકોર્ડ હતો. આ મેચ દરમિયાન કોહલીએ 50 કરતા વધારે રન બનાવી રોહિત શર્માનો આ રેકોર્ડ તોડી નાખ્યો છે.
વિરાટ કોહલી દુનિયાનો બીજો એવો ક્રિકેટર બની ગયો છે, જેણે ટી-20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 2500 રનનો આંકડો પાર કર્યો છે. કોહલીએ 73 મેચમાં 50થી વધુ એવરેજથી 2500 રન પૂરા કર્યા છે. આ રેકોર્ડ બનાવનાર તે દુનિયાનો પ્રથમ ખેલાડી બની ગયો છે. રોહિત શર્માએ પહેલા જ આ માઈલસ્ટોન પાર કર્યો હતો, પરંતુ તેણે 100 મેચ રમી આ રેકોર્ડ બનાવ્યો હતો.
હૈદરાબાદ એન્કાઉન્ટર પર CJI અરવિંદ બોબડેએ આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું ?
ઉન્નાવ ગેંગરેપ કેસની પીડિતાના મોત પર રાહુલ ગાંધીએ કર્યું ટ્વિટ, કહ્યું- માનવતાને લજવનારી ઘટનાથી આક્રોશમાં અને સ્તબ્ધ છું