વિરાટ કોહલીએ આપ્યું મોટું નિવેદનઃ ‘હું કોઈના પર ઉપકાર નથી કરી રહ્યો’
કોહલીએ જણાવ્યું કે, હું પોતાની જાતને ભાગ્યશાળી માનું છું. આ બાબત મારા માટે મહત્વની નથી પરંતુ તમે તમારી કારકિર્દીમાં દસ વર્ષ રમ્યાં બાદ આ મુકામ પર પહોંચ્યો છું અને આ મારા માટે ખાસ છે. કારણ કે હું આ ખેલને ખૂબ જ પ્રેમ કરૂ છું અને વધુમાં વધુ રમવા ઇચ્છું છું. મારા માટે આ જ મહત્વપૂર્ણ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોહલીએ જણાવ્યું કે, ટીમને પ્રતિબદ્ધતાની જરૂરિયાત હોય છે. તેણે કહ્યું કે, જો મારે એક ઓવરમાં 6 વાર ડાઇવ કરવી પડે તો ત્યારે પણ હું ટીમ માટે તેમ કરીશ કારણ કે આ મારુ કર્તવ્ય છે અને તેના માટે મને ટીમમાં સિલેક્ટ કરવામાં આવ્યો છે. આ મારા કામનો હિસ્સો છે. હું કોઇના પર ઉપકાર નથી કરી રહ્યો.
કોહલીએ જણાવ્યું કે, મારા માટે દેશનું પ્રતિનિધિત્વ કરવુ ખૂબ જ મોટુ સન્માન છે અને દસ વર્ષ રમ્યા બાદ પણ મને તેવો અહેસાસ નથી થતાં કે હું કોઇ ખાસ વસ્તુનો હકદાર છું. તેમણે જણાવ્યું કે, ઘણાં લોકો છે જે ભારત તરફથી રમવા ઇચ્છે છે. જ્યારે તમે પોતાને તે સ્થિતીમાં મુકો ત્યારે તમારી અંદર પણ રનની એ જ ભૂખ હોવી જોઇએ. કોઇપણ સ્તરે તેને સરળ ન ગણો.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ બુધવારે વિશાખાપટ્ટનમમાં વેસ્ટઇન્ડીઝ વિરૂદ્ધ 129 બોલમાં શાનદાર 157 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં 81 રન બનાવતા જ તે વનડે ક્રિેટમાં સૌથી ઝડપી 10,000 રન પૂરા કરનાર ખેલાડી પણ બની ગયા. તેણે આ મામલે પૂર્વ રેકોર્ડ હોલ્ડર તેંડુલકરને 54 ઇનિંગથી માત આપી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -