વિરાટ કોહલીએ ક્યા ગુજરાતી ક્રિકેટરનાં કર્યાં ભરપેટ વખાણ? ગણાવ્યો ટીમ માટે એસેટ? જાણો વિગત
વિરાટે કહ્યું કે, લોકોએ તેની કૂશળતાના વખાણ કરવા જોઈએ. ઘણાં લોકો હાર્દિક સાથે જોડાયેલ અન્ય વસ્તુઓ પર ધ્યાન આપે છે. મને નથી લાગતું કોઈ અન્ય સાથે જોડાયેલ મામલો છે. તેનું પોતાનું જીવન છે અને તે પોતાનો રસ્તો બનાવી રહ્યો છે. કેપ્ટને એ પણ કહ્યું કે, હાર્દિકની વિશેષ કૂશળતાથી ટીમને સંતુલન મળે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિરાટે કહ્યું કે, અમે અભ્યાસ મેચ (બાંગ્લાદેશ વિરૂદ્ધ 54 બોલમાં 80)માં આ જોયું છે. માટે જો તમે તેને બેટિંગ માટે 16-17 ઓવર આપો તો તે પોતાના માટે મોટો સ્કોર બનાવી શકે છે. હાર્દિકના ચરિત્રમાં કેબિયન ઝલક જોવા મળે છે પરંતુ કોહિલનું માનવું છે કે, લોકોને તેનાથી કોઈ મતલબ ન હોવો જોઈ તે કે ક્રિકેટના મેદાનની બહાર કેવી રીતે જીવન જીવે છે.
કોહલીએ કહ્યું કે, હાર્દિક ભારતીય ક્રિકેટ માટે અનમોલ છે, હું એટલું જ કહીશ, આવો ખેલાડી શોધવો પણ મુશ્કેલ છે જે 140 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ બોલિંગ કરી શકે અને તેવી જ રીતે બોલને ફટકારી પણ શકે અને તે ઇનિંગની વચ્ચે પણ બેટિંગ કરી શકે.
લંડનઃ શ્રીલંકા વિરૂદ્ધ ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજે થનારા મેચ પહેલા ભારતીય કેપ્ટિન વિરાટ કોહલીએ હાર્દિક પંડ્યાના વખાણ કર્યા છે. વિરાટે કહ્યું કે, હાર્દિક ભારતીય ક્રિકેટ માટે અનમોલ છે. કોહલીએ કહ્યું કે, પંડ્યાને એ વસ્તુના આધારે ઓળખવો ન જોઈએ જે ક્રિકેટ સાથે સંબંધિત નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -