કોચ માટે રવિ શાસ્ત્રી છે વિરાટ કોહલીની પસંદ, સચિન-લક્ષ્મણને કરી હતી ભલામણ
કમિટી ડોડો ગણેશ અને લાલચંદ રાજપૂતનો ઇન્ટરવ્યૂ પણ લઈ શકે છે. સૂત્રોનું કહેવું છે કે, ઇન્ટરવ્યૂની પ્રક્રિયા ગુરુવારે અથવા શુક્રવારે શરૂ થઈ શકે છે. સીએસી દરેક ઉમેદવારને વ્યક્તિગત રીતે મળશે અને ત્યાર બાદ જ કોઈ નિર્ણય કરશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીય ક્રિકેટ ટીમના ચો માટે ઇન્ટરવ્યૂની પ્રક્રિયા ગુરુવારે ભારત-શ્રીલંકા મેચ બાદ શરૂ થશે અથવા શુક્રવારે થવાના શક્યતા છે. સીએસીના નજીકના સૂત્રોનું કહેવું છે કે, હાલના કોચ અનિલ કુંબલે, વીરેન્દ્ર સેહવાગ, ટોમ મૂડી અને રિચર્ડ પાયબસનો ઇન્ટરવ્યૂ થશે.
જોકે કેપ્ટન વિટાર કોહલીની પસંદ આજે પણ ટીમ ઇન્ડિયાના પૂર્વ ડાયરેક્ટર રવિ શાસ્ત્રી છે. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર આ વાત સામે આવી રહી છે કે, 23 મેના રોજ ટીમ ઇંગ્લેન્ડ રવાના થતા પહેલા કોહલીએ ત્રણ સભ્યની એડવાઈઝરી કમિટીના બે સભ્યો સચિન તેંડુલકર, અને વીવીએસ લક્ષ્મણને મળીને રવિ શાસ્ત્રીના નામ પર વિચાર કરવાની વાત કહી હતી. કોહલીએ બન્નેને શાસ્ત્રીનો ઇન્ટરવ્યૂ માટે બોલાવવાનો પણ આગ્રહ કર્યો હતો. શાસ્ત્રીએ જોકે જોબ માટે એપ્લાઈ કર્યું નથી અને સૂત્રોનું કહેવું છે કે, શાસ્ત્રીને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં નહીં આવે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કોચ બનવા માટે અનિલ કુંબલેએ ફરી અરજી કરી છે. ઉપરાંત ટીમના ઇન્ડિયાના પૂર્વ વિસ્ફોટેક બેટ્સમેનટ વીરેન્દ્ર સેહવાગ, ઓસ્ટ્રેલિયાના ટોમ મૂડી, પાકિસ્તાનના પૂર્વ કોચ રિચર્જ પાયબસ, ભારતીય ટીમના પૂર્વ મેનેજર લાલચંદ રાજપૂત અને પૂર્વ ફાસ્ટ બોલર ડોડા ગણેશે પણ અત્યાર સુધી અરજી કરી છે. આ સપ્તાહે બેઠક કરીને કોચ પદ માટે ઇન્ટરવ્યૂમાં ક્રિકેટ એડવાઈઝરી કમિટી માટે કોઈ નિર્ણય પર પહોંચવાનું સરળ નહીં રહે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -