લંડનઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને મેચ ફીના 25 ટકા દંડ ફટકાવવામાં આવ્યો છે. કોહલીને સાઉથમ્પ્ટનમાં શનિવારે અફઘાનિસ્તાન વિરુદ્ધ આઇસીસીની આચારસંહિતાની લેવલ એકના ભંગ બદલ દોષીત ઠેરવવામાં આવ્યો હતો. એક રિપોર્ટ્સ અનુસાર, કોહલીને આઇસીસીની આચાર સંહિતાના નિયમ 2.1 હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યો છે.

શનિવારે અફઘાનિસ્તાન સામેની મેચમાં કોહલીએ એક એલબીડબલ્યૂની અપીલ દરમિયાન અમ્પાયર અલીમ દાર સાથે ઉગ્ર ચર્ચા કરી હતી. જેને લઇને કોહલીને મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો હતો. કોહલીએ મેચ રેફરી ક્રિસ બોર્ડ સામે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. એટલા માટે તેના વિરુદ્ધ કોઇ સતાવાર સુનાવણીની જરૂર નથી.