વિરાટ કોહલીએ કહ્યું- હું ક્યારે આવા ક્રિકેટનો ભાગ નહીં બનું!
લંડનઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીનું માનવું છે કે વ્યાવસાયિક પાસાને કારણે ક્રિકેટની ગુણવત્તા પર અસર પડી રહી છે અને તેની સાથે જ તેણે ઇંગલેન્ડ ક્રિકેટ બોર્ડ દ્વારા પ્રસ્તાવિત 100 બોલ ફોર્મેટની ટીકા કરી છે. ત્રણે ફોર્મેટમાં ભારતીય ટીમના કેપ્ટન કોહલીએ કહ્યું કે, હું પહેલેથી જ પરેશાન.....હું એ નથી કહેતો કે પરેશાન છું પરંતુ ઘણી વખત વધારે ક્રિકેટ રમવાથી પરેશાની થાય છે. મને લાગે છે કે, વ્યાવસાયિક પાસાની અસર ક્રિકેટની ગુણવત્તા પર પડી રહી છે જેથી હું દુખી છું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ 100 બોલનું નવું ફોર્મેટ શરૂ કરવા જઈ રહ્યું છે, જેની ચારે તરફથી આલોચના થઈ રહી છે. કોહલીએ કહ્યું કે, તે આ પ્રકારના ફોર્મેટનો ભાગ નહીં બને. તેણે આગળ કહ્યું કે, ‘જે લોકો આની સાથે જોડાયા છે તેમના માટે આ ઘણું રોમાંચક છે પણ હું વધુ એક ફોર્મેટ નહીં રમી શકું. હું કોઈપણ નવા ફોર્મેટ માટે પ્રયોગનું માધ્યમ બનવા માગતો નથી. હું વર્લ્ડ ઈલેવનનો ભાગ બનવા નથી માગતો જે 100 બોલનું ફોર્મેટ લોન્ચ કરશે.
તેણે કહ્યું, ‘મને IPL રમવું પસંદ છે. હું બિગ બેશ લીગ પણ જોઉં છું કારણ કે આનાથી તમારી અંદર હરિફાઈની ભાવના વધે છે. મને લીગ સામે વાંધો નથી પણ અખતરો પસંદ નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -