Virat Kohli Press Conference India vs South Africa: ભારત-દક્ષિણ આફ્રિકાની વચ્ચે ટેસ્ટ સીરીઝની છેલ્લી અને નિર્ણાયક ટેસ્ટ મેચ આવતીકાલથી એટલે કે 11મી જાન્યુઆરીથી શરૂ થઇ રહી છે. આ મેચ કેપટાઉનના ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. કોહલીના કેરિયરની આ 99મી ટેસ્ટ મેચ હશે. આ પહેલા તેને એક પ્રેસ કૉન્ફરન્સ કરી છે અને અનેક સવાલોના જવાબો આપ્યા છે. આમાં એક વાત પણ સ્પષ્ટતા કરી છે કે, ત્રીજી ટેસ્ટમાંથી મોહમ્મદ સિરાજ બહાર રહશે. તેને સિરાજની ઇજા પર પણ અપડેટ આપ્યુ.
કોહલીએ પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન રવિન્દ્ર જાડેજા અને અશ્વિનનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જાડેજાની વેલ્યૂ દરેક વ્યક્તિ જાણે છે, પરંતુ અશ્વિન આ સીરીઝમાં સારુ પ્રદર્શન કરી રહ્યો છે. તે ટીમ માટે પુરેપુરુ યોગદાન આપી રહ્યો છે. જાડેજા ઇજાગ્રસ્ત છે, અને તેની ગેરહાજરીમાં અશ્વિન સારુ યોગદાન આપી રહ્યો છે.
વિરાટે અજિંક્યે રહાણે અને ચેતેશ્વર પુજારાના પરફોર્મન્સ પર ઉઠી રહેલા સવાલો પર કહ્યું- પુજારા અને રહાણેનો અનુભવ ટીમ માટે પ્રાઇસલેસ છે. અમે ઓસ્ટ્રેલિયામાં તેમના પ્રદર્શનને જોયુ છે. અમે ક્યારેય ખેલાડીઓને પેચીદી સ્થિતિમાં નથી નાંખવા માંગતા.
ઉલ્લેખનીય છે કે, ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સીરીઝમાં અત્યાર સુધી પ્રથમ મેચ ભારત જીત્યુ અને બીજી ટેસ્ટ સાઉથ આફ્રિકા જીતી ગયુ છે, આ સાથે સીરીઝમાં 1-1થી બરાબરી છે. હવે ત્રીજી ટેસ્ટ મેચ બન્ને દેશો માટે નિર્ણયાક છે.
આ પણ વાંચો...........
Sovereign Gold Bond: આજથી સસ્તું સોનું ખરીદવાની સુવર્ણ તક, અહીં સંપૂર્ણ માહિતી મેળવો અને ફાયદો ઉઠાવો
NEET Counselling: મેડિકલ વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, NEET PG કાઉન્સેલિંગ આ દિવસથી થશે શરૂ
Sanjay Dutt Cancer: સંજય દત્તે જણાવ્યું કેવી રહી કેન્સર સામેની તેની લડાઈ ?
બ્રાઝિલમાં બોટિંગ કરતા લોકો પર અચાનક ધસી પડ્યો ખડક, સાતના મોત, જુઓ કાળજુ કંપાવનારો વીડિયો
કામની વાતઃ આધાર કાર્ડને આ રીતે તમે જોઇ શકો છો ઓનલાઇન, જાણી લો ડાઉનલૉડ કરવાની રીત.........