કોહલીએ આ ખેલાડીને ગણાવ્યો સર્વશ્રેષ્ઠ, કહ્યું- 'તેનામાં અજીબોગરીબ શોટ્સ રમવાનું અદભૂત ટેલેન્ટ છે'
બન્ને જ રન મશી છે અને તે કોઇપણ બૉલિંગને આક્રમકતાથી તહસ નહસ કરવાની તાકાત રાખે છે. વિરાટ કોહલી આ આઇપીએલ સિઝનમાં અત્યાર સુધી રમાયેલી મેચમાં 201 રન બનાવી ચૂક્યો છે અને ઓરેન્જ કેપ પર હાલ તેનો કબ્જો છે, જે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનને મળે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોહલીએ કહ્યું, 'એબી ફાસ્ટ બૉલર્સને પણ રિવર્સ સ્વિપ પર છગ્ગો ફટકારી શકે છે જે મે ક્યારેય નથી જોયો. લોકો કહે છે કે હું ડિફેન્સિવ થઇને રમું છું. આ સાચુ છે કે હું તેવી રીતે નથી રમી શકતો કેમકે મે ક્યારેય એવા શોટ્સની પ્રેક્ટિસ નથી કરી.
કોહલીએ કહ્યું કે, તેની પાસે ડિવિલિયર્સની જેમ આસાનીથી મોટા શોટ્સ રમવાના ટેલેન્ટનો સેટ નથી. ઇન્ટરનેશનલ ક્રિકેટના ત્રણેય ફોર્મેટ્સમાં 50થી વધુની એવરેજ વાળા બેટ્સમેન દ્વારા આપવામાં આવેલું આ સૌથી મોટુ નિવેદન છે.
કોહલીએ કહ્યું, હું ડિવિલિયર્સની જેમ અલગ અલગ પ્રકારના અદભૂત શોટ્સ નથી રમી શકતો, લોકો એબી ડિવિલિયર્સ આ માટે પસંદ કરે છે, તેનામાં અદભૂત શોટ્સ રમવાની કેટલી બધી યોગ્યતા છે.
એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, 'તે ડિવિલિયર્સની જેમ અજીબોગરીબ શોટ્સ નથી રમી શકતો. કોહલીએ કહ્યું કે, તેને ડિવિલિર્સની જેમ રમતા નથી આવડતું.'
કોહલીએ કહ્યું, 'મે હંમેશા આ મુદ્દા પર ચર્ચા થતી સાંભળી છે કે મારા અને ડિવિલિયર્સમાં કોણ બેસ્ટ બેટ્સમેન છે. હું બધા ફોર્મેટમાં રમી શકું છું, પણ હું એવા શોટ્સ નથી રમી શકતો જેવા ડિવિલિયર્સ મેદાન પર રમે છે.
નવી દિલ્હીઃ વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સ દુનિયાના સૌથી ખતરનાક બેટ્સમેન હોવાની સાથે સાથે ખાસ મિત્રો પણ છે. આ બન્ને આઇપીએલ ફ્રેન્ચાઇઝ રૉયલ ચેલેન્જર્સ બેગ્લુરુંના બેટ્સમેન છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -