વિરાટે મમ્મી અને અનુષ્કા સાથેની તસવીર શેર કરી આમ કહ્યું- #happywomenday
વિરાટે તેની મમ્મી અને અનુષ્કા સાથેની એક તસવીર શેર કરીને આ દિવસની શુભેચ્છાઓ આપી છે. વિરાટે લખ્યું છે કે આ બંને મારા જીવનની સૌથી વધુ સશક્ત મહિલાઓ છે. જીવનના સૌથી કપરા સમયમાં અમારા પરિવારનું ધ્યાન રાખનારી મારી મમ્મી. અને અનુષ્કા જે રોજ કોઈને કોઈ મુશ્કેલ પરિસ્થિતિ સામે લડે છે અને બદલાવ માટે ઉભી થાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમંગળવારે જ ટીમ ઈંડિયાની ઓસ્ટ્રેલિયા સામેની જીતને કેપ્ટન વિરાટ એન્જોય કરી રહ્યો છે. પણ આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે તેણે સોશિયલ મીડિયા પર એક ખાસ તસવીર શેર કરી છે.
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ક્યારેય પોતાની રિલેશનશીપ વિષે કોઈ જ કમેંટ કરતા નથી પણ તેમનો પ્રેમ જાહેર કરતા અચકાતા પણ નથી. સોશિયલ મીડિયા પર વિરાટ ખાસ દિવસો પર અનુષ્કા સાથેની તસવીરો શેર કરીને ફેંસને સરપ્રાઈઝ કરતો રહે છે. વિરાટે હંમેશા એક સ્ત્રી સાથે કઈ રીતનું વર્તન થવું જોઈએ તે વિષે પોતાનો મત શેર કરે છે. વિરાટે પહેલા પણ અનુષ્કા શર્મા સામે થતાં ટ્રોલ્સની ટીકા કરીને એમ ન કરવા કહ્યું હતું.
વેલેન્ટાઈન ડે પર પણ વિરાટે અનુષ્કા સાથેની આ તસવીર શેર કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -