અમે આ રીતે જીત્યા મેચ, ક્રિઝ પર પહોંચીને મેં રોહિતને સૌથી પહેલા કહી હતી આ વાતઃ કોહલીએ કર્યો ખુલાસો
મેચ જીત્યા બાદ વિરાટ કોહલીએ મેચ જીતવાની ફોર્મ્યૂલાનો ખુલાસો કર્યો હતો. કોહલીએ કહ્યું કે, જ્યારે ધવનની વિકેટ પડી અને હું ક્રિઝ પર પહોંચ્યો ત્યારે ટાર્ગેટ ચેઝ કરવાનું પ્રેશર હતું. આ માટે મે રોહિતને એન્કર રૉલ કરવાનું કહ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિરાટે રોહિતને કહ્યું કે, હું ઝડપથી રન બનાવીશ અને તુ મને સાથ આપનારા બેટ્સમેનની ભૂમિકામાં રહેજે. કેમકે મોટા લક્ષ્યાંકને ચેઝ કરવા માટે પાર્ટનરશીપ બનાવવી જરૂરી છે. આમ હું ફાસ્ટ રમ્યો અને રોહિત એન્કરની ભૂમિકામાં રહ્યો હતો.
નોંધનીય છે કે વેસ્ટઇન્ડિઝ તરફથી મળેલા 323 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે શાનદાર રમત રમી. વિરાટ કોહલી 140 અને રોહિત શર્માએ 152 રન ફટકાર્યા હતા.
કોહલીએ કહ્યું કે, મારા આઉટ થયા પછી રોહિત પણ ઝડપથી રન બનાવવા લાગ્યો, અને અંબાતી રાયુડુ એન્કરની ભૂમિકામાં આવી ગયો, જેવી રીતે પહેલા રોહિત હતો.
નવી દિલ્હીઃ ગઇકાલે પાંચ વનડે મેચની સીરીઝમાં પહેલી વનડે આસાનીથી જીતીને ભારતીય ટીમે વેસ્ટઇન્ડિઝ સામે જીતનો પ્રારંભ કરી દીધો, વેસ્ટ ઇન્ડિઝ તરફથી મળેલા 323 રનના મોટા લક્ષ્યાંકને પણ કોહલી અને રોહિતે આસાનીથી ચેઝ કરી દીધો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -