જોહનિસબર્ગઃ સાઉથ આફ્રિકા સામે બીજી ટેસ્ટમાં હારના પગલે ત્રીજી ટેસ્ટ નિર્ણાયક બની ગઈ છે. શ્રેણીની ત્રીજી, આખરી અને નિર્ણાયક ટેસ્ટ મેચ તારીખ 11 જાન્યુઆરીથી કેપ ટાઉનમાં શરૂ થશે ત્યારે બીજી ટેસ્ટમાં સારું રમનારા હનુમા વિહારીને પડતો મૂકાશે.
આખરી ટેસ્ટમાં વિરાટ કોહલીનું પુનરાગમન નક્કી મનાય છે. આ સંજોગોમાં હનુમા વિહારીને પડતો મૂકાશે તેવો સંકેત આપતાં દ્રવિડે કહ્યું કે, ટીમમાં સીનિયરોની ઉપસ્થિતિ છે ત્યાં સુધી ઐયર અને વિહારી જેવા ખેલાડીઓએ નિયમિત તક માટે રાહ જોવી પડશે.
દ્રવિડે કહ્યું કે હનુમા વિહારી અને શ્રેયસ ઐયરે સારી શરૂઆત કરી છે. તેઓમાં જબરજસ્ત ટેલેન્ટ પણ છે પણ હાલની ભારતીય ટીમમાં જે સિનિયર ક્રિકેટરો છે, તેમણે પણ તેમની કેરિયરમાં શાનદાર પર્ફોમન્સ છતાં ટીમમાં સ્થાન મેળવવા માટે લાંબી રાહ જોઈ હતી. હનુમા વિહારીએ આ ટેસ્ટમાં જે પ્રકારનું પર્ફોમન્સ આપ્યું છે, તેનાથી તેનું ખુદનું મનોબળ વધ્યું હશે. વિહારીએ બીજી ટેસ્ટમાં બીજી ઈનિંગ્સમાં મક્કમ બેટિંગ કરીને ભારતના સ્કોરને 250 રનને પાર કરાવ્યો હતો.
પહેલી બે ટેસ્ટની જેમ જ કે.એલ. રાહુલ અને મયંક અગ્રવાલની જોડી ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે. ટીમને સારી શરૂઆત કરાવવાની જવાબદારી મયંક અને રાહુલના ખભા પર રહેશે. છેલ્લા થોડાક સમયથી કે.એલ. રાહુલ અને મયંક અગ્રવાલે તેમના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા છે. કે.એલ. રાહુલ અને મયંક અગ્રવાલની ઓપનિંગ જોડી બાદ ચેતેશ્વર પૂજારા નંબર-3 પર રમશે. ટેસ્ટ મેચોમાં પુજારા ભારતીય ટીમના સૌથી અનુભવી ખેલાડીઓમાંથી એક છે. મિડલ ઓર્ડરમાં ચોથા નંબરે કેપ્ટન વિરાટ કોહલી રમશે એ નક્કી છે. વિરાટ પછી પાંચમા નંબરે અજિંક્ય રહાણે જ રહેશે એ પણ નક્કી છે.
આ પણ વાંચો--
ગુજરાતની આ યુનિવર્સિટી બની કોરોનાનું હોટસ્પોટ, 50થી વધુ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીને થયો કોરોના
Porscheએ ભારતમાં લૉન્ચ કરી 2 નવી સ્પોર્ટ્સ કારો, જાણો શું છે કિંમત
નાનું રોકાણ-મોટું ફંડ, પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોજ જમા કરો 50 રૂપિયા, તમને મળશે આટલા લાખ રૂપિયા