તોફાની બેટિંગ પછી ક્રિસ ગેઈલે ભારતના ક્યા સ્ટાર ક્રિકેટરનો માન્યો આભાર ? કહ્યું:........એ IPLને બચાવી લીધી
જ્યારે ગેલે કિંગ્સ ઇલેવન પંજાબના મેન્ટર વિરેન્દ્ર સેહવાગ પર હળવી મજાક કરી હતી. ગેલે કહ્યું કે, વીરેન્દ્ર સેહવાગે મને પોતાની ફ્રેન્ચાઈઝીમાં લઈને આઈપીએલને બચાવી લીધી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગેલે સેહવાગના એક ઇન્ટરવ્યૂનો ઉલ્લેખ કર્યો. જેમાં તેણે ગેલને ખરીદવા સાથે જોડાયેલ સવાલ પર જવાબ આપ્યો હતો, જો ગેલ અમારા માટે બે મેચ પણ જીતાડી દે તો અમારા રૂપિયા વસુલ છે. આ વિશે હવે મારે સેહવાગ સાથે વાત કરવી પડશે. સમય કોઈના માટે નથી રોકાતો. પરંતુ હું પણ અહીં કંઈ સાબિત કરવા નથી આવ્યો. હું માત્ર મારી રમતને એન્જોય કરવા માગુ છું.
જ્યારે કિંગ્સ ઇલેવના ઘરેલુ મેદાન પર મળેલ ત્રીજી જીતથી કેપ્ટન અશ્વિન પણ ખૂબ ખુશ જોવા મળ્યો. તેણે સમગ્ર ટીમના વખાણ કર્યા. અશ્વિને કહ્યું કે, આ મેચમાં બધા ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું. અશ્વિને ગેલના વખાણ કરતાં કહ્યું કે, ગેલે વિરોધી ટીમ પાસેથી મેચ છીનવી લીધી.
ગેલે કહ્યું કે, હું હંમેશા થી જ ફોકસ્ડ ખેલાડી છું. આઈપીએલ પહેલા ઘણાં લોકોએ કહ્યું કે, ગેલે ખુદને સાબિત કરવો પડશે. પરંતુ હું પહેલા જ ઘણુંબધું બતાવી ચૂક્યો છું. માટે મારે કંઈ સાબિત કરવાની જરૂર નથી.
પોતાની આ ઇનિંગમાં ગેલે 11 છગ્ગા ફટકાર્ય હતા. ગેલે અણનમ 104 રનની ઇનિંગ રમી હતી. આ જીતની સાથે જ કિંગ્સ ઇલેવન પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબર પર આવી ગઈ છે. પોતાની આ ઇનિંગને લઈને ગેલને મેન ઓફ ધ મેચ આપવામાં આવ્યો હતો. જીત બાદ ગેલે પોતાની ઇનિંગ અને ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો હતો.
મોહાલીઃ કિંગ્સ ઇલેવન પંજાબે આઈપીએલ 2018માં સનરાઈઝર્સ હૈદ્રાબાદનો વિજય રથ રોક્યો છે. મોહાલીમાં થયેલ મેચમાં કિંગ્સ ઇલેવનજ પંજાબે સનરાઈઝર્સ સામે 15 રને જીત નોંધાવી. વિતેલા મેચની જેમ જ આ મેચમાં પણ કિંગ્સ ઇલેવનની જીતનો હીરો રહ્યા ક્રિસ ગેલ. ગેલે પોતાની ધમાકેદાર ઇનિંગના જોરે ટીમનો સ્કોર 193 રન સુધી પહોંચાડ્યો હતો. સાથે સાથે તેણે આ સીઝનની પ્રથમ સેન્ચુરી પણ ફટકારી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -