2199 કરોડ રૂપિયાની ઉંચી બોલી લગાવીને વીવો ફરી બની IPLની ટાઈટલ સ્પોન્સર
આઇપીએલના ચેરમેન રાજીવ શુક્લાએ જણાવ્યું હતું કે અમને આનંદ છે કે વિવો ફરી એક વાર આઇપીએલ સાથે જોડાયું છે. છેલ્લા બે વર્ષ દરમિયાન તેમની સાથેનો કરાર મજબૂત રહ્યો હતો અને મને આશા છે કે આગામી વર્ષોમાં આ સંબંધ વધુ બહેતર બનશે. આ કરાર હાંસલ કરવામાં વિવોએ અન્ય મોબાઇલ કંપની ઓપ્પોને પાછળ રાખી દીધી હતી. એક અહેવાલ અનુસાર ઓપ્પોએ 1430 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. વિવો અગાઉ આ કરાર પેપ્સી પાસે હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ કરાર માટે વિવોએ દર વર્ષે આઇપીએલ માટે 440 કરોડ રૂપિયા ખર્ચવાના રહેશે. બીસીસીઆઈએ તાજેતરમાં જ ઓગસ્ટ 2017થી જુલાઈ 2022 સુધીના આઇપીએલના ટાઇટલ સ્પોન્સર માટેના ટેન્ડર મગાવ્યા હતા. અગાઉ વિવોએ 2016 અને 2017ની આઇપીએલ માટે ટાઇટલ સ્પોન્સરશિપ હાંસલ કરી હતી અને આ કરાર દર વર્ષે 100 કરોડ રૂપિયાના આધારે હતો.
ભારતીય ક્રિકેટ બોર્ડે મંગળવારે જાહેર કર્યું હતું કે સ્માર્ટફોન ઉત્પાદક કંપની વિવોએ 2199 કરોડ રૂપિયાની સૌથી મોટી બોલી લગાવી હતી જે ગયા વર્ષના કરાર કરતાં 554 ટકા વધુ છે. આમ 2018થી 2022 સુધી વિવો કંપની અને આઇપીએલ વચ્ચે સ્પોર્ટ્સ ઇવેન્ટ, ગ્રાઉન્ડની પ્રવૃત્તિ અને માર્કેટિંગ અભિયાનમાં સહયોગિતા રહેશે.
નવી દિલ્હીઃ મોબાઈલ નિર્માતા કંપની વીવોએ 2,199 કરોડ રૂપિયાની તગડી બોલી લગાવીને મંગળવારે પાંચ વર્ષ માટે ફરીથી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ટાઈટલ સ્પોન્સરશિપ મેળવી છે. આ રકમ અગાઉના કરારની રકમ કરતાં 554 ટકા વધારે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -