જાફરે ટ્વિટ કરીને ધોનીને ટી-20 વર્લ્ડકપ ટીમમાં સામેલ કરવાને લઈ પોતાનો મત રજૂ કર્યો છે. જાફરે લખ્યું, જો ધોની ફિટ રહે અને ફોર્મમાં હોય તો ટી-20 વર્લ્ડકપમાં ભારતના મિડલ ઓર્ડર અને વિકેટકિપર તરીકે ઘણું મહત્વનું રહેશે. ધોની ટીમમાં રહેવાથી રાહુલ અને પંત પરથી દબાણ ઓછું થશે. તેની સાથે જાફરે ટ્વિટ કરીને લખ્યું, પ્લેઇંગ ઇલેવનમાં ડાબોડી બેટ્સમેન તરીકે રિષભ પંતને પણ મોકો મળી શકે છે.
વસીમ જાફરે થોડા દિવસો પહેલા જ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. જાફરે રણજીમાં 19,500 રન બનાવ્યા છે. ભારત તરફથી તેમણે 31 ટેસ્ટ અને 2 વન ડે મેચ રમી છે. જાફરના નામે ઘરેલુ ક્રિકેટમાં અનેક રેકોર્ડ નોંધાયેલા છે.
ધોનીએ અંતિમ આંતરાષ્ટ્રીય મેચ જુલાઈ 2019માં રમી હતી. 2019 આઈસીસી વર્લ્ડકપમાં સેમી ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે મળેલી હાર બાદ ધોની ક્રિકેટથી દૂર છે.
Coronavirus ના કારણે ભારતના કયા રાજયમાં શું શું બંધ છે ? જાણો એક ક્લિકમાં
Coronavirus: PM મોદી આજે રાત્રે 8 કલાકે દેશને સંબોધન કરશે, વાયરસનો સામનો કરવાના પ્રયત્નો પર કરશે ચર્ચા