લખનઉઃ અફઘાનિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 27 નેવમ્બરથી લખનઉમાં એકમાત્ર ટેસ્ટ મેચ રમાઈ રહી છે. મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમ 187 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી રકીમ કૉર્નવાલે 75 રનમાં 7 વિકેટ ઝડપીને રેકોર્ડ બનાવ્યો હતો.


કેરેબિયન ખેલાડી રકીમનું વજન 140 કિલોગ્રામ છે અને તે વિશ્વનો સૌથી વજનદાર ક્રિકેટર છે. તેણે અત્યાર સુધી બે ટેસ્ટ મેચની ત્રણ ઈનિંગમાં 10 વિકેટ ઝડપી છે. આજે 7 વિકેટ ઝડપવાની સાથે જ તે અફઘાનિસ્તાન સામે ઈનિંગમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર બની ગયો છે. તેણે ભારતના રવિન્દ્ર જાડેજાને પાછળ રાખીને રેકોર્ડ તેના નામે કરી લીધો છે. જાડેજાએ 2018માં બેંગ્લોરમાં 17 રનમાં 4 વિકેટ ઝડપી હતી. જે અફઘાનિસ્તાન સામે અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ બોલિંગ રેકોર્ડ હતો.

ટેસ્ટમાં અફઘાનિસ્તાન સામે સર્વશ્રેષ્ઠ બોલિંગ

- 75 રનમાં 7 વિકેટ, રકીમ કૉર્નવાલ, લખનઉ, 2019

- 17 રનમાં 4 વિકેટ, રવિન્દ્ર જાડેજા, બેંગલુરુ, 2018

- 27 રનમાં 4 વિકેટ, રવિચંદ્રન અશ્વિન, બેંગલુરુ, 2018

- 116 રનમાં 4 વિકેટ, તૈજુલ ઈસ્લામ, ચટ્ટગામ, 2019


અજીત પવાર પર ભાજપમાં ભાગલા, દિગ્ગજ નેતાએ કહ્યું- કૌભાંડના આરોપીનું સમર્થન નહોતું લેવું જોઈતું