આતંકી એટેકના 15 વર્ષ બાદ આ ટીમ જશે પાકિસ્તાનમાં ક્રિકેટ રમવા, કેટલા દિવસનો છે પ્રવાસ ને કેટલી છે મેચો
નોંધનીય છે કે, વેસ્ટ ઇન્ડિઝની ટીમ છેલ્લે 2004માં વનડે સીરીઝ રમવા માટે પાકિસ્તાન આવી હતી. વેસ્ટ ઇન્ડિઝ નેધરલેન્ડની ટીમ બાદ બીજી ટીમ હતી જેને પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. ત્યારબાદ બાંગ્લાદેશ 2015માં અહીં ટી20 અને વનડે મેચો રમવા આવ્યુ હતુ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ છેલ્લા કેટલાય વર્ષોથી પાકિસ્તાનમાં આતંકવાદી પ્રવૃતિ અને આતંકી એટેકને લઇને દુનિયાના ક્રિકેટ રમતા દેશો પાકિસ્તાન ટૂરથી દુર રહ્યાં છે. શ્રીલંકન ટીમ પરના એટેક બાદ મોટાભાગની ટીમોએ પાકિસ્તાનનો પ્રવાસ ખેડ્યો નથી.
મીડિયા રિપોર્ટ અનુસાર, ત્રણ ટી20 મેચોની આ સીરીઝ 31 જાન્યુઆરીથી શરૂ થશે અને 3જી ફેબ્રુઆરીએ સમાપ્ત થશે, આ સીરીઝની બધી મેચો કરાંચીમાં રમાશે.
15 વર્ષ બાદના પાકિસ્તાનના પ્રવાસમાં વેસ્ટ ઇન્ડિઝની મહિલા ટીમ પાકિસ્તાનની મહિલા ટીમ સાથે ક્રિકેટ રમશે, અહીં ત્રણ ટી20 મેચોની સીરીઝ રમશે.
હવે 15 વર્ષ બાદ વેસ્ટ ઇન્ડિઝની મહિલા ટીમે પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો નિર્ણય કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -