અંડર-19 વર્લ્ડકપ, હાર્વિક બેટિંગમાં જતો હતો ત્યારે રાહુલ દ્રવિડે શું કહ્યું હતું ? જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાર્વિક બેટિંગ કરવા જતો હતો ત્યારે કોચ રાહુલ દ્રવિડે કહ્યું હતું કે, કોઇ પણ જાતનું પ્રેશર લીધા વિના તારી નોર્મલ ગેમ રમજે અને મેચ જીતાડીને જ પાછો આવજે. દ્રવિડનો પોતાનામાં વિશ્વાસ જોઈને તેનો આત્મવિશ્વાસ વધ્યો અને હાર્વિક દેસાઈ જીત્યા બાદ જ પેવેલિયનમાં પરત ફર્યો.
હાર્વિકે રાહુલ દ્રવિડનાં વખાણ કરતાં કહ્યું કે, વર્લ્ડકપ માટેની વિશેષ તૈયારીઓ કોચ રાહુલ દ્રવિડે કરાવી હતી અને દરેક ખેલાડીની ક્ષમતા સમજીને તેમણે રોલ નક્કી કર્યા હતા. દ્રવિડે પિચ-વાતાવરણ હરિફ ટીમોના ખેલાડીઓની માહિતી પણ પ્રેક્ટિસ બાદ આપી અને એ બધું અતિ મહત્વનું સાબિત થયું હતું.
અમદાવાદ: ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમે ચોથી વાર વિશ્વકપ જીતીને ઈતિહાસ રચી દીધો છે ત્યારે આ જીતમાં વિજયી ચોગ્ગો ફટકારનારો ગુજરાતના ભાવનગરનો હાર્વિક દેસાઈ હીરો બની ગયો છે. હાર્દિકને આ વર્લ્ડકપમાં બહુ તક નહોતી મળી પણ ફાઈનલમાં તક મળતાં તેણે પોતાની કાબેલિયત સાબિત કરી દીધી.
ભારતે 131 રનમાં કેપ્ટન પૃથ્વી શો અને શુભમ ગિલ એ બંને સ્ટાર બેટ્સમેનને ગુમાવ્યા પછી ભારત થોડુંક દબાણમાં હતું કેમ કે શો અને ગિલ ભારતની બેટિંગના આધારસ્તંભ છે. એ વખતે હેડ કોચ રાહુલ દ્રવિડે હાર્વિકને બેટિંગમાં ઉતરવા કહ્યું અને તેનામાં વિશ્વાસ મૂક્યો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -