કૉટરેલે ધોની માટે વીડિયો અને સાથે બીજા ટ્વીટ્સ પણ કર્યા હતા. કૉટરેલે ધોનીનો 2018નો એક વીડિયો શેર કર્યો, જેમાં ધોની દેશના ત્રીજા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યો હતો.
કૉટરેલે ટ્વીટમાં લખ્યુ કે, ''ધોની ક્રિકેટની સાથે તે દેશભક્ત પણ છે, અને એક એવો વ્યક્તિ જે પોતાના દેશ માટે સમર્પિત છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી હુ મારા સાથીઓ સાથે મારા ઘરે જમૈકામાં છું, અને આ દરમિયાન મને કેટલીક વસ્તુઓ પર વિચાર કરવાનો સમય મળ્યો.''
ઉલ્લેખનીય છે કે, કૉટરેલે વર્લ્ડકપમાં વેસ્ટ ઇન્ડિઝ માટે આક્રમક બૉલિંગ અને ઉજવણીની સ્ટાઇકલના કારણે ચર્ચામાં આવતો રહેતો હતો, જ્યારે પણ વિકેટ લે ત્યારે કૉટરેલ સેલ્યૂટ કરીને વિકેટની ઉજવણી કરતો હતો.