મહિલા ટી-20 વર્લ્ડકપ આજથી શરૂ, પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે ભારત, જાણો ક્યાંથી ક્યારે થશે લાઇવ ટેલિકાસ્ટ
મહિલા ટી20 ન્યૂઝીલેન્ડ ટીમઃ એમી સટરથવાઇટ (કેપ્ટન), સૂજી બેટ્સ, બર્નાડિન, બેજુઇડેનહાઉટ (વિકેટકીપર), સોફી ડેવિન, કેટ ઇબ્રાહિમ, મેડી ગ્રીન, હોલી હડલસ્ટન, હેલે જેન્સન, લીગ કાસ્પેરેક, એમેલિયા કેર, કેટી માર્ટિન, અન્ના પીટરસન, હેરિયેટ રોવ, લી તહૂહુ, જેસ વાટકિન.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહિલા ટી20 ભારતીય ટીમઃ હરમનપ્રીત કોર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, મિતાલી રાજ, જેમિમા રોડ્રિગ્સ, વેદા કૃષ્ણામૂર્તિ, દિપ્તી શર્મા, તાન્યા ભાટિયા, પૂનમ યાદવ, રાધા યાદવ, અનુજા પાટિલ, એકતા બિષ્ટ, દયાલાન હેમલથા, માનસી જોશી, પૂજા વસ્ત્રાકર, અરુંધતી રેડ્ડી.
મેચનુ લાઇવ બ્રૉડકાસ્ટિંગ સ્ટાર સ્પોર્ટ્સ ચેનલ પરથી નીહાળી શકાશે. ઉપરાંત તમે હૉટસ્ટારથી સીધુ ઓનલાઇન સ્ટ્રીમિંગ જોઇ શકશો.
આજની પહેલી મેચ ભારત અને ન્યૂઝીલેન્ડ ટીમો વચ્ચે રમાશે, જે ભારતીય સમયાનુસાર રાત્રે 8 વાગે લાઇવ ટેલિકાસ્ટ થશે.
આ છઠ્ઠો મહિલા ટી20 વર્લ્ડકપ છે, જે વેસ્ટ ઇન્ડિઝમાં રમાઇ રહ્યો છે. આજથી 9 નવેમ્બરથી શરૂ થનારો ક્રિકેટ મહાકુંભ આગામી 24 નવેમ્બર સુધી ચાલશે. આ ટૂર્નામેન્ટમાં ભારત, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઇંગ્લેન્ડ, આયરલેન્ડ, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, સાઉથ આફ્રિકા, શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડિઝની ટીમો ભાગ લઇ રહી છે.
બન્ને ટીમો વચ્ચે અત્યાર સુધી સાત ટી20 મુકાબલા થયા છે જેમાં ભારતીય ટીમ માત્ર બે મેચોમાં જ જીત નોંધાવી ચૂકી છે. ટીમ ઇન્ડિયાની કમાન વિસ્ફોટ બેટ્સમેન હરમનપ્રીત કોર અને ઉપકેપ્ટન તરીકે સ્મૃતિ મંધાના સંભાળી રહી છે.
નવી દિલ્હીઃ આજથી આઇસીસી મહિલા ટી20 વર્લ્ડકપનો પ્રારંભ થઇ રહ્યો છે. પહેલી મેચમાં ભારત અને ન્યૂઝીલેન્ડની ટીમ આમને સામને થઇ રહી છે. ટીમ ઇન્ડિયા હરમનપ્રીત કોરના કેપ્ટનશિપમાં આજની મેચ જીતવાના ઇરાદે મેદાનમાં ઉતરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -