મહિલા વર્લ્ડ T20: જ્યારે મેરિડ કપલ એકસાથ બેટિંગ કરવા મેદાને ઉતર્યુ, ટીમને અપાવી જીત
તેના બાદ કેપ્ટન ડેન વેન નિકેર્ક અને મેરીઝન કેપે મોર્ચો સંભાળતા ત્રીજી વિકેટ માટે 67 રન નોંધાવી મહત્વનું યોગદાન આપ્યું હતું. અને ટીમને જીત નજીક પહોંચાડી હતી. આફ્રિકાએ 7 વિકેટથી જીત મેળવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજેન વેન નિકેર્ક અને મેરીઝન કેપ બન્ને પ્રથમ એવા મેરિડ કપલ છે જેણે આઈસીસી ટૂર્નામેન્ટમાં એકસાથે બેટિંગ કરી હતી. આ બન્ને ખેલાડીએ આફ્રિકાની જીત માટે મહત્વની ભૂમકા ભજવી હતી.
મહિલા ટી-20 વિશ્વકપની શરૂઆત થઈ ગઈ છે. દક્ષિણ આક્રિકાએ પોતાની પ્રથમ મેચમાં શ્રીલંકાને 7 વિકેટથી હરાવ્યું હતું. દક્ષિણ આફ્રિકા ટીમની કેપ્ટન જેન વેન નિકેર્ક અને મેરીઝને કેપની જોડીએ જ્યારે મેદાન પર એક સાથે બેટિંગ કરી ત્યારે એક અનોખો રેકોર્ડ બની ગયો છે.
જેન વેન નિકેર્ક અને મેરીઝન કેપ બન્ને પ્રથમ એવા મેરિડ કપલ છે જેણે આઈસીસી ટૂર્નામેન્ટમાં એકસાથે બેટિંગ કરી હતી. આ બન્ને ખેલાડીએ આફ્રિકાની જીત માટે મહત્વની ભૂમકા ભજવી હતી.
આ કપલે આ વર્ષે જ જુલાઈમાં લગ્ન કરી લેતાં સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા. આ પ્રથમ મહિલા મેરિડ કપલ છે. જેણે આઈસીસી ટૂર્નામેન્ટમાં એક સાથે બેટિંગ કરી હોય. એટલુંજ નહીં મહિલા ક્રિકેટની આ પ્રથમ એવી જોડી છે જેણે લગ્ન કર્યા છે અને બન્ને એકજ ટીમમાં રમી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -