માલદીવના નવા રાષ્ટ્રપતિના શપથગ્રહણ સમારોહમાં સામેલ થયા PM મોદી
ઉલ્લેખનીય છે કે, આ પ્રથમ એવો અવસર છે કે ભારતીય વડાપ્રધાન તરીકે મોદી કોઈ પાડોશી દેશના શપથગ્રહણ સમારોહમાં ભાગ લેવા પહોંચ્યા હતા. માલદીવ એકમાત્ર એવું પાડોશી દેશ બચ્યું હતું જ્યાં પીએમ મોદીની યાત્રા અત્યાર સુધી નથી થઈ શકી. અબ્દુલ્લા યમીન સરકાર સાથેના સંબંધો બગડતા 2015માં પીએમ મોદીની માલદીવ યાત્રાનો કાર્યક્રમ ટાળવો પડ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સિવાય પીએમ મોદીએ ટ્વિટ કરીને પણ અભિનંદન પાઠવ્યા હતા. તેઓએ લખ્યું કે, “માલદીવના રાષ્ટ્રપતિ પદના શપથ લેવા બદલ ઇબ્રાહિમ સોલિહને અભિનંદન, હું તેમના શ્રેષ્ઠ કાર્યકાળ માટે શુભેચ્છા પાઠવું છું. હું બન્ને દેશોના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે ઇબ્રાહિમ સોલિહ સાથે કામ કરવા માટે આતુર છું.”
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહના શપથગ્રહણ સમારોહમાં પહોંચ્યા હતા. અહીં પીએમ મોદીએ માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મ સોલેહ સાથે મુલાકાત કરી. શપથગ્રહણ બાદ મોદીએ સોલિહને શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ અહીં માલદીવ અને અન્ય દેશોના નેતાઓ સાથે પણ મુલાકાત કરી હતી. સમારોહ બાદ શનિવારે જ મોદી દિલ્હી માટે રવાના થઈ ગયા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મે 2014માં પોતાના શપથ ગ્રહણ સમારોહમાં દક્ષિણ એશિયાઈના દેશોના વડાઓને ખાસ મહેમાન તરીકે આમંત્રણ આપ્યું હતું. પણ આ પ્રથમવાર મોદી સ્વયં ભારતીય વડાપ્રધાન તરીકે કોઈ પાડોશી દેશમાં નવી સરકારના શપથ સમારોહમાં સામેલ થયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -