નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ સ્ટાર બેટ્સમેન અને હવે ક્રિકેટરમાંથી નેતા બનેલ ગૌતમ ગંભીરે વર્લ્ડ કપ 2019 માટે પોતાની મનપસંદ ટીમની જાહેરાત કરી છે. આશ્ચર્યની વાત છે કે, ગૌતમ ગંભીરની વર્લ્ડ કપા માટે ફેવરીટ ટીમ ભારતીય નહીં પણ ઓસ્ટ્રેલિયા છે. જ્યારે વર્લ્ડ કપ 2019 માટે નંબર પર સંયુક્ત રીતે ઇંગ્લેન્ડ અને ઇન્ડિયા ગૌતમ ગંભીરની ફેવરિટ ટીમ છે.
ગંભીરનાં જણાવ્યા પ્રમાણે, ઇંગ્લેન્ડ સંતુલિત ટીમ છે. જોફ્રા આર્ચર ઇંગ્લેન્ડની ટીમનો મહત્વપૂર્ણ ખેલાડી છે. આ ઉપરાંત ઇંગ્લેન્ડ પાસે બેન સ્ટોક્સ અને મોઈન અલી જેવા ઑલરાઉન્ડર્સ છે.
ભારતને લઈને ગંભીરે કહ્યું કે, જ્યાં સુધી ભારતની બેટિંગની વાત છે તો રોહિત શર્મા અને વિરાટ કોહલીએ મોટો સ્કોર બનાવવો રહેશે. બૉલિંગમાં જસપ્રિત બુમરાહ એક્સ ફેક્ટર રહેશે. આ એક રોમાંચક વર્લ્ડ કપ હોવો જોઇએ અને ઓછામાં ઓછા 6 દેશોની વચ્ચે રસાકસીની મેચો થવી જોઇએ.
વેસ્ટઇન્ડીઝને લઈને ગંભીરે કહ્યું કે, આઈપીએલમાં વેસ્ટઇન્ડીઝનાં કેટલાક ક્રિકેટર્સે સારું પ્રદર્શન કર્યું છે, તે માટે તેમની ચર્ચા થઈ રહી છે, પરંતુ મને લાગે છે કે 50 ઑવરની રમતમાં આ અલગ હશે. તેમની પાસે સારા સ્પિનર નથી. હું ઘણો ચોક્કસ નથી કે તમને ફક્ત ઝડપી બૉલર્સ જ દિલ જીતાડે.”