મીડિયા અહેવાલ અનુસાર, ફાઈનલની ટિકિટો બ્લેકમાં વેચાઈ રહી છે. જોકે આ અહેવાલ સામે આવ્યા બાદ ન્યૂઝીલેન્ડની ટીમના ઓલરાઉન્ડર જિમી નિશામે ભારતીય ફેન્સને અપીલ કરી છે કે, જો ભારતીય ફેન્સ આ મેચ જોવા માગતા ન હોય તો ટિકિટોને સત્તાવાર પ્લેટફોર્મ પર વેચવા મુકીને ન્યૂઝીલેન્ડના ચાહકોને ફાઈનલ મેચ જોવાની તક આપે. મને ખબર છે કે, ટિકિટો ઉંચા ભાવે વેચીને વધારે રૂપિયા મેળવી શકાશે, પરંતુ આમ રૂપિયા કમાવાને બદલે ટિકિટોને સાચા ફેન્સ સુધી પહોંચાડવામાં મદદ કરો.
અહેવાલ અનુસાર ફાઈનલની ટિકિટની કિંમત 1000 પાઉન્ડ એટલે કે 83000 રૂપિયા અને કેટલીક ટિકિટો તો 5000 પાઉન્ડ એટલે કે 3.86 લાખ રૂપિયા કરતાં વધારે કિંમતમાં વેચાઈ રહી છે. બીજી બાજુ આઈસીસીએ ચેતવણી આપી છે કે, બીનસત્તાવાર વેબસાઈટ પર ટિકિટ વેચનારાઓની ટિકિટો અને તેમના એકાઉન્ટ રદ થઈ શકે છે.