આ અગાઉ પાકિસ્તાન સામે પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાનની ટીમે 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 227 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન તરફથી અસગર અફઘાને 35 બોલમાં 42 તથા ઝરદાને 54 બોલમાં 42 રનનું યોગદાન આપ્યું હતું. આ સિવાય કોઇ બેટ્સમેનો મોટી ઇનિંગ રમી શક્યા નહોતા. પાકિસ્તાન તરફથી શાહિન આફ્રિદીએ 4 વિકેટ લીધી હતી.
અફઘાનિસ્તાને ટોસ જીતીને બેટિંગ લીધી
વર્લ્ડ કપની 36મી મેચમાં લીડ્સ ખાતે અફઘાનિસ્તાનના કેપ્ટન ગુલબદીન નાઈબે ટોસ જીતીને બેટિંગ લીધી છે. પાકિસ્તાને પોતાની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી. અફઘાનિસ્તાનની ટીમમાં હમિદ હસન દૌલત ઝદરનની જગ્યાએ રમી રહ્યો છે.
પાકિસ્તાને સેમી ફાઇનલમાં પહોંચવા માટે આ મેચ જીતવી જરૂરી છે. જોકે અફઘાનિસ્તાન પણ અપસેટ સર્જી શકે છે. અફઘાનિસ્તાન ટુર્નામેન્ટમાં એક પણ મેચ જીત્યું ન હોવાથી આ મેચ જીતવા શક્ય તમામ કોશિશ કરી શકે છે.