ઓવલઃ આઈસીસી ક્રિકેટ વિશ્વ કપમાં ભારત સાથેનાં મુકાબલાનાં એક દિવસ પહેલા ઑસ્ટ્રેલિયાએ જોરદાર પ્રેક્ટિસ કરી હતી. આ દરમિયાન ડેવિડ વૉર્નર મોટા-મોટા શૉટ લગાવતો જોવા મળ્યો હતો. તેનો આવો જ એક શૉટ ભારતીય મૂળનાં બૉલર જયકિશનને લાગતા તે ઘાયલ થઈ ગયો છે. જયકિશનને તરત જ હૉસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. ઑસ્ટ્રેલિયાઈ કેપ્ટન એરૉન ફિંચે જણાવ્યું કે વૉર્નર આ ઘટના બાદ ગભરાઈ ગયો હતો. તે તરત જ બૉલરની મદદ માટે પહોંચી ગયો હતો.



વૉર્નરનાં શૉટને રોકવાનાં પ્રયત્નમાં બૉલ બ્રિટિશ ઝડપી બૉલર જયકિશનનાં માથા પર વાગ્યો હતો. ભારતીય મૂળનો આ બૉલર ત્યારબાદ પીડાથી કણસી ઉઠ્યો અને જમીન પર પડી ગયો હતો. વૉર્નર તરત જ તેની મેદદ માટે દોડ્યો. ત્યારબાદ અન્ય ખેલાડીઓ પણ પ્રેક્ટિસ છોડીને જયકિશનની પાસે આવ્યા.



ઑસ્ટ્રેલિયન ફિઝિયોએ બૉલરની તપાસ કરી. ત્યારબાદ જયકિશનને સ્ટ્રેચર પર મેડિકલ રૂમમાં લઇ જવામાં આવ્યો. એમ્બ્યુલન્સથી હૉસ્પિટલ લઇ જતા સમયે તેણે કહ્યું કે, “મને માથામાં ઈજા થઈ છે. અત્યારે હું ઠીક છું. મારું નામ જયકિશન છે અને હું ઝડપી બૉલર છું.”



આઈસીસીનાં વેન્યૂ મેનેજર માઇરલ ગિબ્સને જણાવ્યું કે, “નેટ બૉલરને હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યો છે કેમકે આ માથાની ઇજા છે. તેને જ્યારે હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યો ત્યારે તે હોશમાં હતો અને હસી રહ્યો હતો. તેને 24 કલાક સુધી ડૉક્ટર્સની દેખ-રેખમાં રાખવામાં આવશે.”

વર્લ્ડકપ 2019: આવતીકાલે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો, ટીમ ઈન્ડિયામાં થઈ શકે છે બદલાવ, જાણો વિગત

વર્લ્ડકપ 2019: ઈંગ્લેન્ડે બાંગ્લાદેશ સામે બનાવ્યા અનેક રેકોર્ડ, જાણો વિગત