પાકિસ્તાનના યાસિર શાહે રચ્યો ઇતિહાસ, 82 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને કર્યો કમાલ
સાઉથ આફ્રિકાના ડેલ સ્ટેને 39મી ટેસ્ટમાં 200 વિકેટ લેવાનું કારનામું કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઓસ્ટ્રેલિયાના ડેનિસ લીલી અને પાકિસ્તાનના વકાર યૂનુસે 38મી ટેસ્ટમાં 200 વિકેટ લીધી હતી. લીલી અને વકાર બંને સંયુક્ત રીતે ચોથા નંબર પર છે.
પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઇ રહેલી ટેસ્ટ મેચમાં બીજી ઈનિંગમાં યાસિર શાહે આ કારનામું કર્યું હતું. વિલિયમ સોમરવિલની વિકેટ લેતાં જ યાસિરે ઈતિહાસ રચી નાંખ્યો હતો. તેણે 33મી ટેસ્ટ મેચમાં આ સીમાચિહ્ન હાંસલ કર્યું હતું. જ્યારે ક્લેરી ગ્રિમેટે 200 વિકેટ માટે ઝડપવા માટે 36 ટેસ્ટ લીધી હતી.
અબુધાબીઃ પાકિસ્તાનના સ્ટાર સ્પિનર યાસિર શાહે ટેસ્ટ ક્રિકેટમાં ઈતિહાસ રચી દીધો છે. 82 વર્ષ જૂનો વર્લ્જ રેકોર્ડ તોડીને યાસિર ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 200 વિકેટ લેનારો બોલર બની ગયો છે. આ પહેલાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના ક્લેરી ગ્રિમેટના નામે હતો.
ભારતના સ્ટાર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન પણ સૌથી ઝડપી 200 વિકેટ ઝડપવાના મામલે ત્રીજા નંબર પર છે. અશ્વિને 37મી ટેસ્ટમાં આ સિદ્ધી મેળવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -