ચહલે અનિલ કુંબલે અને ઝાહિર ખાનને પાડ્યા પાછળ, RCB માટે બનાવ્યો આ નવો રેકોર્ડ
આ પહેલા આરસીબી માટે અનિલ કુંબલેએ 45 વિકેટ લીધી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ લિસ્ટમાં ત્રીજા નંબર પૂર્વ ફાસ્ટ બૉલર ઝહીર ખાને છે. ઝહીર ખાને આરસીબી તરફથી રમતાં 49 વિકેટ ઝડપી હતી.
ચહેલ પહેલા આ રેકોર્ડ ફાસ્ટ બૉલર વિનય કુમારના નામે હતો, વિનય કુમારે આરસીબી માટે કુલ 72 વિકેટ ઝડપી હતી.
ચહલ આરસીબી માટે રમતા 73 વિકેટ પોતાના નામે કરી દીધી છે.
આ સાથે જ ચહલ આઇપીએલમાં આરસીબી તરફથી સૌથી વધુ વિકેટ લેનારો બૉલર્સ બની ગયો હતો.
આરસીબી તરફથી સૌથી વધુ યજુવેન્દ્ર ચહલે પોતાની ચાર ઓવરના સ્પેલમાં 22 રન આપીને 2 વિકેટ લીધી.
કેપ્ટન વિરાટ કોહલીના નિર્ણયને યોગ્ય સાબિત કરતાં આરસીબીના બૉલર્સ રાજસ્થાનની ટીમને શરૂઆતી ઝટકા આપવામાં સફળ રહ્યાં હતા.
પોતાના હૉમગ્રાઉન્ડમાં રમી રહેલી આરસીબીની ટીમે ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી રમાયેલી બે-બે મેચોમાં બન્ને ટીમોએ એકમાં જીત અને એકમાં હારનો સામનો કર્યો હતો.
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 11મી સિઝનના 11માં મુકાબલામાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર અને રાજસ્થાન રૉયલ્સની ટીમ આમને સામને હતી. બન્ને ટીમો માટે ટૂર્નામેન્ટની આ ત્રીજી મેચ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -