જૂનિયર ઓસ્ટ્રેલિયન ઓપનના ગર્લ્સ સિંગલ ક્વાર્ટર ફાઈનલમાં અમદાવાદની ઝીલ દેસાઈ
ઉલ્લેખનીય છે કે, ઝીલ દેસાઈ ગત વર્ષે વિમ્બલ્ડનમાં ગર્લ્સ સિંગલ્સના ક્વોલિફાઈ રાઉન્ડમાં સેમિફાઈનલમાં પહોંચી હતી જ્યાં તેણીનો ચીનની સિકી કાઓ સામે પરાજય થયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોતાની કારકિર્દીનું પ્રથમ ગ્રાન્ડ સ્લેમ રમી રહેલી ઝીલ દેસાઈએ મેચ બાદ કહ્યું કે, આ ટૂર્નામેન્ટમાં અમારું લક્ષ્ય ક્વાર્ટર ફાઈનલ સુધી પહેચવાનું હતું જે પૂર્ણ થયું છે. 18 વર્ષીય ઝીલની બે વખત સર્વિસ બ્રેક થઈ હતી જ્યારે ઓલ્ગાની એક વખત સર્વિસ બ્રેક કરવામાં સફળ રહી હતી. ઝીલ દેસાઈ પોતાના દેખાવથી ઘણી સંતુષ્ટ હતી. તેણીએ કહ્યું કે, આ પહેલાંના રાઉન્ડમાં અહીંના પ્રેક્ષકોને કારણે ઘણી નર્વસ હતી પરંતુ આ મેચમાં મેં રમત પર ધ્યાન આપ્યું હતું.
અમદાવાદઃ શહેરની યુવા ટેનિસ ખેલાડી જૂનિયર ઓસ્ટ્રેલિયન ઓપનના ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે. ક્વાર્ટર ફાઈનલમાં ઝીલ દેસાઈનો સામનો રશિયાની એલિના રીબાકીના સામે થશે. રિબાકીનાએ બીજી ક્રમાંકિત અમેરિકાની ટેલર જ્હોન્સનને હરાવી અંતિમ આઠમાં સ્થાન બનાવ્યું હતું.
ઓસ્ટ્રેલિયન ઓપનમાં ગર્લ્સ સિંગલ્સની પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં પાંચમી ક્રમાંકિત સર્બિયાની ઓલ્ગા ડાનિઓવિક ઈજાને કારણે મેચમાંથી ખસી જતાં ઝીલને ફાયદો થયો હતો. ઝીલ અને ઓલ્ગા વચ્ચેના મુકાબલામાં ઓલ્ગાએ 5-3ની લીડ મેળવી લીધી હતી અને નવમી ગેમમાં 15-30થી પાછળ હતી ત્યારે તેણીની હેમસ્ટ્રિંગની ઈજાને કારણે મેચમાંથી ખસી ગઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -