36 વર્ષ બાદ આ ટીમને ન મળ્યું ક્રિકેટ વર્લ્ડકપમાં સ્થાન, જાણો વિગતે
ઝિમ્બાબ્વેના કેપ્ટન ગ્રેમ ક્રીમરે જણાવ્યું હતું કે,’અમારી પાસે ફાઈનલમાં પહોંચવા માટે સારી તક હતી. મને લાગે છે કે અમે અત્યાર સુધી સારી રીતે રમ્યાં. આજનો દિવસ ખૂબ જ નિરાશાજનક રહ્યો હતો.’ ક્રીમરે ઝિમ્બાબ્વેના ક્રિકેટ ભવિષ્ય અંગે કહ્યું કે,’અમને ભરોસો હતો કે અમે ફાઈનલમાં રમીશું, ઘણાં લોકોએ આવું વિચાર્યું હશે જેથી ભવિષ્યના ક્રિકેટ માટે હું કોઇ વાત પર કહી ન શકું.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ 1983 બાદ એવું પ્રથમ વખત થશે જ્યારે એક ટીમ 2019ના ક્રિકેટ વર્લ્ડકપમાં જોવા નહીં મળે. યૂએઈ સાથે ક્વોલીફાયર મેચમાં ગુરુવારે (22 માર્ચ)ના રોજ 3 વિકેટથી મળેલી રાહ બાદ ઝિમ્બાબ્વેનું 2019ના ક્રિકેટ વર્લ્ડકપમાં રમવાનું સપનું તૂટી ગયું છે. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં આગામી વર્ષે શરૂ થનારા ક્રિકેટ વર્લ્ડકપમાંથી સ્થાન મેળવવા માટે ઝિમ્બાબ્વેને ક્વોલીફાયર મેચમાં યૂએઈને હરાવવાની હતી.
આઇસીસી વર્લ્ડકપ ક્વોલિફાયર સુપર સિક્સ મુકાબલામાં વરસાદના કારણે પ્રભાવિત થયેલા મેચમાં ઝિમ્બાબ્વેને 40 ઓવરમાં 230 રનનો ટાર્ગેટ મળ્યો હતો. પરંતુ ટીમ 7 વિકેટના નુકસાન પર 226 રન બનાવી શકી હતી. જ્યારે યુએઈની ટીમે 47.5 ઓવરમાં 235 રન બનાવ્યાં હતાં.
ઝિમ્બાબ્વે તરફથી સૌથી સફળ બોલર સિકંદર રજા રહ્યો હતો. 10 ઓવરમાં 41 રન આપીને 3 વિકેટ લીધી હતી. વરસાદના કારણે મેચમાં ડકવર્થ લુઈસ નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. ઝિમ્બાબ્વેને 40 ઓવરમાં 230 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ઝિમ્બાબ્વેની શરૂઆત નબળી રહી હતી. આ પછી સમયાંતરે વિકેટ ગુમાવીને હાર તરફ ધકેલાયું હતું. ઝિમ્બાબ્વેની હારથી તેના ફેન્સ નિરાશ થયાં છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -