સુરતના એક વર્ષના બાળકનું હૃદય મુંબઈની બાળકીમાં ધબક્યું, 92 મિનિટમાં 269 કિમી સફર
આરાધ્યા છેલ્લાં દોઢ વર્ષથી હૃદયની તકલીફથી પીડાતી હતી. તેના હૃદયની કાર્યક્ષમતા ૫% થી ૧૦% જેટલી હતી. દર બે ત્રણ મહીને તેને સારવાર માટે ફોર્ટીસ હોસ્પીટલમાં દાખલ થવું પડતું હતું. છ એક મહિનાથી સોશિયલ મીડિયામાં આરાધ્યાને જલ્દીમાં જલ્દી હૃદય મળે તે માટે “SAVE AARADHYA” ના નામથી પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજયારે હૃદય મુંબઈ મુલુંડમાં આવેલ ફોર્ટીસ હોસ્પિટલને ઓફર કરવામાં આવ્યું હતુ અને ફોર્ટીસ હોસ્પિટલના કાર્ડિયાક સર્જન ડૉ. સંદીપ સિંહા અને તેમની ટીમ હ્રદયનું દાન સ્વીકારી ગ્રીનકોરીડોરની મદદથી સુરત નવી સિવિલ હોસ્પીટલથી મુંબઈની ફોર્ટીસ હોસ્પીટલ સુધીનું ૨૬૯ કિ.મી નું અંતર માત્ર ૯૨ મિનિટમાં કાપીને લઈ ગયા હતા. આ હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ સાડા ત્રણ વર્ષની કલમબોલી નવી મુંબઈની રહેવાસી આરાધ્યા યોગેશ મુલેમાં કરવામાં આવ્યું છે.
નિલેશ માંડલેવાલા અને તેમની ટીમે સોમનાથના પિતા સુનીલ તેમજ પરીવારના અન્ય સભ્યોને ઓર્ગન ડોનેશનની જાણકારી આપી જેથી પરીવાર ઓર્ગન ડોનેશન માટે સંમત થયું હતું. પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા નીલેશ માંડલેવાલાએ અમદાવાદની આઈકેડીઆરસી ના ડો. જમાલ રીઝવીનો સંપર્ક કરી અને કિડની તથા લિવરનું દાન લેવા આવવા માટે જણાવ્યું.
સુરતઃ ગુજરાતમાં સૌપ્રથમ વખત શહેરમાંથી નાની ઉંમનરા બાળકના હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ નાની બાળકીમાં કરાયું છે. નવા ગામ ડિંડોલીના શ્રમજીવી પરીવારના 1 વર્ષિય બ્રેનડેડ પુત્રના હ્રદયનું દાન કરી મુંબઈની ત્રણ વર્ષિય બાળકીને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યુ છે. સુરતથી ગ્રીન કોરીડોરની મદદથી 269 કિમીનું અંતર માત્ર 92 મિનિટમાં કાપીને મુંબઈ ખાતે આ ટ્રાન્સપ્લાન્ટકરાયું હતું.
4 સપ્ટેમ્બરના રોજ ન્યુરોસર્જન ડો.મેહુલ મોદી, પિડીયાટ્રીક ન્યુરોફીજીશ્યન ડો.રીતેશ શાહ, આરએમઓ ડો.કેતન નાયક અને સર્જિકલ આઈસીયુના ડો.મેહુલ ચૌધરીએ સોમનાથને બ્રેનડેડ જાહેર કર્યો હતો. જેથી સિવિલના સર્જરી વિભાગના ડો.નિલેશ કાછડીયાએ ડોનેટ લાઈફના પ્રમુખ નિલેશ માંડલેવાલાને જાણ કરી હતી.
નવાગામ ડિંડોલી બીલયાનગર ચામુંડા ડેરી પાસે રહેતા સુનીલભાઈ વિશ્વકર્મા શાહ(27) લુમ્સના કારખાનામાં સુપરવાઈઝર તરીકે નોકરી કરે છે. 2 સપ્ટેમ્બરના રોજ સાંજે તેમનો 1 વર્ષિય પુત્ર સોમનાથ ઘર પાસે રમતો હતો. ત્યારે દાદર પરથી નીચે પડી જતા તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી. જેથી તેને નજીકના દવાખાને લઈ ગયા હતા. જ્યાંથી તેને તાત્કાલીક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. તેનું સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ અને મગજમાં ફ્રેક્ચર થયું હોવાનું નિદાન થયું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -