સુરત: નોટબંધીના કારણે ફીકી પડી હીરાની ચમક, નાની-મોટી 2000થી વધુ ફેક્ટરીઓ બંધ
સુરતમાં હીરા તપાસનાર 2 હજારથી વધુ નાની ફેકટરીઓ બંધ છે. એક ફેક્ટરીના માલિક જણાવે છે કે, ફેકટરી માત્ર કારીગરોના ઘર ચલાવવા માટે ખોલવામાં આવે છે પરંતુ પહેલા જેવી સામાન્ય સ્થિતિ થવામાં હજી થોડો સમય લાગશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતના વરાછા વિસ્તારના અજય ભાઈ વ્યવસાયે રત્નકલાકાર છે. અજયે છેલ્લા 15 વર્ષોથી હીરાનું કામ કરી રહ્યા છે, પરંતુ હવે તેમની પાસે કોઈ કામ નથી. ફેક્ટરી બંધ છે અને અજયભાઈની રોજની 600 રૂપિયાની કમાણી ઠપ્પ પડી છે. અજયભાઈ ઉપર પરિવારના 6 સભ્યોની જવાબદારી છે. આ વિશે અજયભાઈએ કહ્યું, ‘15 વર્ષથી કામ કરી રહ્યો છે પરંતુ આજ સુધી આવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો નથી. ક્યારેક આવી પરિસ્થિતિને જોતા આત્મહત્યા કરવાનું મન થાય છે, પરંતુ હું કરી શકતો નથી.’
અમદાવાદ: સરકારે નોટબંધીના નિર્ણયે હીરાની ચમક પણ ફીકી કરી નાંખી છે. ગુજરાતના સુરતમાં બે હજાર હીરાના નાના કારખાના બંધ થઈ ગયા છે. ફેક્ટરીઓ બંધ હોવાના કારણે ઘણા લોકો બેરોજગાર બન્યા છે અને તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કારખાના બંધ થવાના કારણે તેમની રોજી છીનવાઈ ગઈ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -