ગુજરાતના એક જ પરિવારના 4 સભ્યોના USના જંગલમાંથી મળ્યા મૃતદેહ, પરિવારજનો ચિતામાં
સુરતઃ અમેરિકાની યુનિયન બેંકમાં નોકરી કરતાં દક્ષિણ ભારતીય પરિવાર ગત પાંચમી એપ્રીલથી ગુમ થયો હતો. પરિવારના ચાર સભ્યો કેલિફોર્નિયાના જંગલમાં ફરવા ગયો હતો તે સમયે ગુમ થયો હતો. આ પરિવારના ચારેય સભ્યોના મૃતદેહ મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appથોટ્ટાપિલ્લાઈ પરિવારની શોધખોળમાં વરસાદ વિધ્ન બની રહ્યો હતો. એકધારા પડી રહેલા વરસાદના પગલે રેસ્ક્યુ કામગીરી બંધ કરી દેવામાં આવી હતી. આ દરમિયાન પરિવાર જે કારમાં સવાર હતો તે મરૂન કલરની કારના બોનેટના ટુકડા સાથે બાળકીના કપડાં પણ મળ્યાં હતા. ત્યારબાદ વરસાદ બંધ થયા બાદ વધુ કામગીરી હાથ ધરવામાં આવતા ચારેય સભ્યોના મૃતદેહ મળી આવ્યા છે.
વેલેન્સીયા ખાતેના તેમના કુટુંબીજનોએ આ વાતને સમર્થન આપ્યું હતું. સંદીપના પરિવારજનોએ કેન્દ્રીય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજને ટ્વિટ કરીને મદદ માટે અપીલ કરી છે. સુષ્માજીએ પણ તેમના પરિવારની માહિતી મેળવવા પ્રયત્નો થઈ રહ્યાંની માહિતી આપી હતી. સંદીપના માતા-પિતા દ્વારા પુત્રના પરિવારને લઈને ચિંતામાં ગરકાવ થઈ ગયા હતા.
સુરત અમેરિકા સ્થાયી થયેલું દક્ષિણ ભારતીય પરિવાર કેલિફોર્નિયાના જંગલમાં ફરવા ગયેલા સંદીપ થોટ્ટાપિલ્લાઈ તેમની પત્ની સૌમ્યા, બાળકોમાં સિદ્ધાર્થ અને પુત્રી સાચી સાથે ઘરવાળાની અંતિમ વાત પણ થઈ હતી. પરંતુ તેઓ પોર્ટલેન્ડમાં હોન્ડા પાયલોટ કંપનીની મરૂન કલરની કારમાં સાન જોસ જઈ રહ્યા હતા ત્યારે તેમની કાર લાપતા બની હતી.
કેલિફોર્નિયા પોલીસના જણાવ્યા અનુસાર, થોટ્ટાપિલ્લઈ પરિવારના ચારેય સભ્યો સંદીપ, પત્ની સૌમ્યા, દીકરી સાચી અને દીકરો સિદ્ધાંતનો મૃતદેહ મળી આવ્યો હતો. સંદીપ અને દીકરી સાચીની બોડી કાર મળ્યાના બે કિમી દૂર નદીમાંથી મળી આવી હતી. જ્યારે પત્ની સૌમ્યા અને દીકરા સિદ્ધાંતની બોડી થોડા કિમી દૂર નદી કિનારેથી મળી આવી હતી.
સુરતમાં વસતા બાબુ સુબ્રમણ્યમ થોટ્ટાપિલ્લઈનો પુત્ર સંદીપ અમેરિકાની યુનિયન બેંકમાં ઉચ્ચ હોદ્દા પર નોકરી કરી રહ્યો હતો. જે વેકેશન માણવા પત્ની અને બે સંતાનો સાથે કેલિફોર્નિયાના જંગલમાં ગયો હતો. પાંચમી એપ્રીલથી ગયેલ આ પરિવારનો સંપર્ક થઈ શક્યો નહતો. જેથી તેમનું પરિવાર ચિંતામાં મુકાઈ ગયું હતું. ઓરેજોસથી સાન જોસ તરફ ભારે વરસાદના પગલે પાણીના પુરમાં કારમાં તણાઈ ગયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -