સુરતઃ જૈન આચાર્યે કલાક સુધી સેક્સ માણતાં 19 વર્ષની વિદ્યાર્થીનીની હાલત કેવી થઈ ગઈ હતી? જાણો આઘાતજનક વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતઃ સુરતમાં આશીર્વાદ આપવાના બહાને કોલેજિયન યુવતીને રૂમમાં બોલાવ્યા બાદ તેન સાથે સેક્સ માણી બળાત્કાર ગુજારનારા દિગમ્બર જૈન સમાજના આચાર્ય શાંતિસાગર મહારાજની અઠવા લાઇન્સ પોલીસે શનિવારે મોડી રાત્રે ધરપકડ કરી હતી. આ યુવતી મધ્યપ્રદેશની છે અને વડોદરાની કોલેજમાં ભણે છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં એવી હકીકત પણ પ્રકાશમાં આવી છે કે આ આચાર્ય મહારાજે કોલેજિયન યુવતી સાથે ત્રણ-ચાર વખત ફોન પર વાત કરી હતી. જેમાં આચાર્ય મહારાજે કહ્યું હતું કે ‘તારે કોઈ ટેન્શન હોય તો મને જણાવજે, હું તારું ટેન્શન દૂર કરી દઈશ’.
વડોદરા પોલીસે ગુનો સુરતના અઠવાલાઈન્સ પોલીસ મથકની હદમાં બન્યો હોવાથી પરિવારને ત્યાં સંપર્ક કરવા કહ્યું હતું. જૈન આચાર્ય સામે બળાત્કારનો ગુનો નોંધાવવાની વાત આવતાં બદનામીના ડરેપરિવાર થોડા દિવસ થોભી ગયો. ખૂબ વિચારના અંતે આખરે હિંમત કરી અને મામલો અઠવા લાઈન્સ પોલીસ સુધી પહોંચ્યો હતો.
વિદ્યાર્થિનીએ જણાવ્યું કે, 1 ઓક્ટોબરે હું પરિવાર સાથે જૈન દેરાસરમાં જાપ માટે ગઈ ત્યારે મને રાત્રે રોકાવવા કહ્યું હતું. યુવતીએ કહ્યું કે, જે જગ્યાએ બળાત્કાર ગુજારાયો તેની બાજુના રૂમમાં પહેલેથી જ આ યુવતીના માતા-પિતાને આચાર્ય મહારાજે બેસાડી દીધા હતા અને તેના ભાઈને પણ બહાર મોકલી દેવાયો હતો.
આ કોલેજિયન યુવતીનો પરિવાર માર્ચ 2017થી આ આચાર્ય મહારાજના સંપર્કમાં આવ્યો હતો અને પોતાના ગુરુ તરીકે ધારણ કર્યા હતા. ત્યાર બાદ આ યુવતી તો આચાર્ય મહારાજને પહેલી વખત જ મળી હતી. જૈનાચાર્યે યુવતીનાં માતાપિતાને સંતાનોની પ્રગતિ માટે યંત્રની પૂજા કરી તેના જાપ કરવાનું કહ્યું હતું.
માત્ર એક કલાક આચાર્ય સાથે રૂમમાં વીતાવ્યા બાદ તેની હાલત ખૂબ જ કફોડી થઈ હતી. આખી રાત પારેવડાંની જેમ ફફડ્યા બાદ સવારે તેણે પોતાની વ્યથા પોતાની માતાને કહી હતી. યુવતીનાં માતા-પિતાને જાણ થઈ ત્યારે આ પરિવાર વડોદરા હતો. તેમણે તરત વડોદરા પોલીસનો સંપર્ક કર્યો હતો.
રાત્રે 9.30થી 10.30 સુધીના એક કલાકના સમયગાળામાં રૂમમાં આચાર્ય મહારાજ અને આ યુવતી રહ્યા હતા. યુવતીએ પોલીસ સમક્ષ આપવીતી જણાવતા કહ્યું કે, પ્રારંભિક તબક્કે તેણે વિરોધ કરવાનો પ્રયાસ કર્યો હતો. પણ આચાર્યે એવું કહ્યું કે વિરોધ કર્યો કે બૂમાબૂમ કરી તો તારા મા-બાપ મરી જશે.
આ ધમકીના કારણે તે ગભરાઈ ગઈ અને તેનો લાભ લઈને આચાર્યે તેને મંદિરની બાજુમાં આવેલા રૂમમાં જઈ એક કલાક સુધી સેક્સ માણ્યું હતું. યુવતીએ કહ્યું છે કે, જૈન આચાર્યે એક કલાક સુધી તેના શરીરને ચૂંથ્યું હતું અને તેની સાથે બળજબરીથી સેક્સ સંબંધ બાંધ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -