સુરતમાં ભાજપની ગૌરવ યાત્રાને કૌરવ યાત્રા ગણાવતાં પોસ્ટર લાગતાં ભાજપવાળા દોડતા થયા, જાણો ક્યા ઉઠાવાયા સવાલ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉપરાંત પાટીદારો પર થયેલા ગોળીબાર વિશે પણ પ્રશ્નો બેનર મારફતે કરવામાં આવ્યો છે. પોસ્ટર વોર દ્વારા ભાજપની યાત્રાનો વિરોધ થતાં મુશ્કેલી વધી શકે તેમ હોય નેતાઓ સહિત ભાજપી કાર્યકરોમાં દોડધામ મચી હતી.
વિકાસ યાત્રાના વિરોધમાં લાગેલા બેનરમાં ગૌરવ યાત્રાને કૌરવ યાત્રા કહેવામાં આવી હતી. સાથે બેનરમાં વિકાસને વિકાર કહેવામાં આવ્યો છે. આ સાથે જ બેનરમાં વઘતી મોંઘવારીનો મુદ્દો ઉંચકવામાં આવ્યો છે.
સુરતના વરાછા, કાપોદ્રા સહિતના વિસ્તારોમાં ભાજપની સભા-યાત્રાનો વિરોધ થઈ રહ્યો છે. ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલી ગૌરવ યાત્રાના વિરોધમાં બેનર શહેરના કાપોદ્રા, પુણા પાટીયા વિસ્તારમાં લાગતાં ભાજપીઓમાં દોડધામ મચી હતી.
સુરતઃ જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ જુદા જુદા સંગઠનો દ્વારા રાજકીય પક્ષનો વિરોધને વેગ મળી રહ્યો છે. પાટીદાર આંદોલન બાદ પાટીદારોનો ભાજપ પ્રત્યેનો આક્રોશ હવે જગ જાહેર થઈ ગયો છે. આગામી ચૂંટણીને લઈને ભાજપ દ્વારા ગૌરવ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે ત્યારે સુરતમાં આ ગૌરવ યાત્રને લઈને વિરોધના સૂર ઉઠી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -