સુરત: સાવકા પિતાએ પુત્રીને કેટલામાં વેચી દીધી, સ્થાનિક લોકોએ કેવી રીતે છોડાવી, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજેથી વિલાસ પાટીલે સમય સૂચકતા વાપરીને ચાઈલ્ડ હેલ્પલાઈને 1098 પર કોલ કર્યો હતો. સાથે સ્થાનિક પોલીસ અને નગરજનોને સાથે રાખીને યુવતીને મુક્ત કરાવી હતી.
ઉધના વિસ્તારમાં યુવતીએ ફેંકેલી ચિઠ્ઠી સ્થાનિક રહેવાસીના હાથમાં આવી હતી. આ ચિઠ્ઠી શિવસેનાના પ્રમુખ વિલાસ પાટીલને સ્થાનિકોએ આપી હતી.
જેથી સ્થાનિકોએ અભયમ હેલ્પલાઈન અને પોલીસની મદદથી યુવતીને છોડાવી હતી. હાલ સમગ્ર મુદ્દે ઉધના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ગોંધી રખાયા બાદ યુવતી છુટવાનો ઘણો પ્રયત્ન કર્યો જોકે બહાર નીકળી શકતી નહોતી. આ દરમિયાન યુવતીને એક આઈડિયા આવ્યો અને યુવતીએ બારીમાંથી અંગ્રેજી ભાષામાં મદદ માંગતી ચિઠ્ઠી લખીને નીચે ફેંકી હતી. જે સ્થાનિકના હાથમાં આવી ગઈ હતી.
કોલકાતામાં રહેતી 15 વર્ષિય યુવતીને તેના સાવકા પિતાએ માઉન્ટ આબુના ઈમસને 15 લાખમાં વેચી મારી હતી. ત્યાર બાદ યુવતીને સુરતના ઉધના વિસ્તારમાં આવેલા અમૃતનગર સોસાયટીના એક એપાર્ટમેન્ટમાં છેલ્લા છ દિવસથી ગોંધી રાખવામાં આવી હતી.
જે અંગે સ્થાનિકોને જાણ થતાં પોલીસ અને અભયમ હેલ્પલાઈન મારફતે યુવતીને મુક્ત કરાવવામાં આવી હતી. પોલીસે જ્યારે યુવતીને છોડાવી ત્યારે લોકોના ટોળાં વળ્યા હતાં.
સુરતઃ સુરતના ઉધના વિસ્તારમાં આવેલા અમૃત નગરમાંથી એક યુવતીને મુક્ત કરાવાઈ હતી. સુરતના ઉધના વિસ્તારમાં આવેલ એપાર્ટમેન્ટમાં છેલ્લા 6 દિવસથી ગોંધી રાખવામાં આવેલ યુવતીને તેના સાવકા પિતાએ 15 લાખમાં વેચી મારી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -